________________
૨૯૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
સોળમું અધ્યયન
OROOOOOOOR
પરિચય :
આ અધ્યયનનું નામ 'બ્રહ્મચર્ય સમાધિસ્થાન' છે. તેમાં દસ બ્રહ્મચર્ય સમાધિસ્થાનનું ગદ્ય અને પદ્યરૂપે નિરૂપણ છે.
સાધક જીવનની અમૂલ્ય નિધિ બ્રહ્મચર્ય છે. તે સાધનાનો મેરુદંડ છે. સાધક જીવનની શુદ્ધ સાધનાનું સિંહદ્વાર છે. સાધુ જીવનની સમસ્ત સાધનાઓ તપ, જપ, સમત્વ, ધ્યાન, કાયોત્સર્ગ, પરીષહવિજય, કષાયવિજય, વિષયાસક્તિ ત્યાગ, ઉપસર્ગ સહનશીલતા વગેરે બ્રહ્મચર્યરૂપી સૂર્યની આજુબાજુ ફરનારા ગ્રહ નક્ષત્રો સમાન છે. જેનું બ્રહ્મચર્ય સુદઢ અને સુરક્ષિત હોય, તેની સર્વ સાધના સફળ થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં ઈન્દ્રિય અને મનઃસંયમરૂપ બ્રહ્મચર્યની સુરક્ષા માટે દસ સમાધિસ્થાન કહ્યાં છે, જેને અન્ય આગમો તેમજ ગ્રંથોમાં ગુપ્તિઓ અથવા વાડ કહી છે. બ્રહ્મચર્યના ભાવોને મન, બુદ્ધિ, ચિત્ત તેમજ હૃદયમાં સમ્યગરૂપે સમાહિત, પ્રતિષ્ઠિત કે લીન કરવા માટે આ દસ નિયમ અથવા સાવધાનીઓની આવશ્યકતા છે.
આ સમાધિસ્થાન કે સુરક્ષાના નિયમોનાં પાલન માત્રથી બ્રહ્મચર્યની સાધના પૂર્ણ થતી નથી કારણ કે કામવાસના તેમજ વિષયોમાં રમણતારૂપ વિકારોનાં બીજ તો અંદર હોય છે. અંતરમાં છૂપાયેલા તે વિકારોનો સંપૂર્ણતઃ નાશ કરવા શરીર, ઈન્દ્રિય તેમજ મનના વિષયોથી વિરકત થવું જરૂરી છે. વાસ્તવમાં આત્મસ્વરૂપ અથવા આત્મભાવોમાં રમણતા કરવાથી જ ઈન્દ્રિય અને મનથી છૂટી શકાય છે. બ્રહ્મચર્યને પામવાનો આ જ રાજમાર્ગ છે. તો પણ સાધનાના ક્ષેત્રમાં જાગૃતિ તેમજ સાવધાની માટે નિયમો કે મર્યાદાઓની ઉપયોગિતા પણ આવશ્યક છે કારણ કે શરીર, ઈન્દ્રિયો તેમજ મનના મોહક વાતાવરણમાં સાધકને અબ્રહ્મચર્ય તરફ જતાં નિયમો કે મર્યાદાઓ રોકે છે, તેથી આ નિયમો બ્રહ્મચર્ય સાધનાના સજાગ પ્રહરીઓ છે. તેનાથી બ્રહ્મચર્યની સર્વાંગી સાધનાની સફળતામાં સહાયતા મળે છે.
આ અધ્યયનના પ્રારંભમાં સ્વયં શાસ્ત્રકારે સર્વપ્રથમ શુદ્ધ બ્રહ્મચર્ય સમાધિસ્થાનોની ઉપયોગિતા અને અનિવાર્યતા દર્શાવી છે કે આ સ્થાનનાં પાલનથી સાધકનો આત્મા સંયમપુષ્ટ, ચિત્ત સમાધિથી પુષ્ટ અને મન, વચન, કાયાથી વિરત બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરણ કરે છે. અહીં સંયમની વૃદ્ધિમાં ૧૭ પ્રકારના સંયમ અને બ્રહ્મચર્ય વ્રત રૂપ સંયમ અપેક્ષિત છે. (૨) સંવરવૃદ્ધિમાં આશ્રવ અને કર્મબંધની મંદતા અપેક્ષિત છે. (૩) સમાધિવૃદ્ધિમાં ચિત્તસમાધિ ભાવોની પ્રશસ્તતા અપેક્ષિત છે.
પ્રસ્તુત અધ્યયનમાં બ્રહ્મચર્યની સુરક્ષા માટે દસ સમાધિસ્થાન કહ્યાં છે, તે આ પ્રમાણે છે–
૧. બ્રહ્મચર્ય વ્રતના આરાધક સાધક સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત કે અનાકીર્ણ શયન અને આસનનું સેવન કરે. ૨. સ્ત્રીકથાનું વર્જન કરે, ત્યાગ કરે. ૩. સ્ત્રીઓ સાથે એક આસન પર ન બેસે. તેઓની અતિ નિકટ