________________
અધ્યયન—૧૫ : સભિક્ષુક
સુવિધાઓથી, માન્યતાઓથી તેમજ ધારણાઓથી સર્વથા નિરાળું જ હોય છે. સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે, માટે સાધકોએ સાવધાન રહેવું જોઈએ. સાધક નીડર હોવો જોઈએ. પોતાની લક્પસિદ્ધિમાં વિઘ્ન આવે એવા લોકોથી તે દૂર રહે છે. તે વ્યર્થ લોક વ્યવહાર અને જનસંપર્કથી હંમેશાં અલગ રહીને સીમિત, સંયમિત અને જાગૃતિપૂર્ણ જીવન જીવે છે. આવું જીવન જીવનાર ભિક્ષુ હોય છે. નિંદા સ્તુતિથી ઉપરત, રાગદ્વેષથી મુક્ત, વિશિષ્ટ સર્વોત્તમ સ્વલક્ષ્યમાં જ તેની જીવન યાત્રા હોય છે. આમ, આ અધ્યયન જ દ્વારા ભિક્ષુના સંયમિત જીવનની વાસ્તવિક સંહિતાનો સંદેશ આપ્યો છે.
॥ અધ્યયન-૧૫ સંપૂર્ણ ॥
૨૯૭