________________
| અધ્યયન-૧૫: સભિક્ષુક
| ૨૯૫ |
જાણવું.કઈ ભૂમિમાં ક્યાં કઈ વસ્તુ મળી શકે? કયાં કેવી ખેતી થઈ શકે? વગેરે દષ્ટિએ ભૂમિના લાભાલાભ વિષે વિચારવું. (૪) અંતરિક્ષ નિમિત્ત - આકાશમાં ગંધર્વનગર, દિગ્દાહ, ધૂળવૃષ્ટિ વગેરે દ્વારા અથવા ગ્રહ, નક્ષત્રો કે તેની ગતિથી નિષ્પન્ન થતાં યોગ તથા ઉદય અસ્ત દ્વારા તેની ગતિવિધિથી વર્ષ અને સમયનું શુભાશુભ ફળ દર્શાવવું. (૫) સ્વપ્નનિમિત્ત – સ્વપ્ન દ્વારા શુભાશુભ ફળનું કથન કરવું. (૬) લક્ષણનિમિત્ત – સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા વગેરેના શરીરમાં રહેલા મસા, લાખું અને રેખાઓથી શુભાશુભ ફળ જાણવું, કહેવું. (૭) દંડવિધા:- વાંસ, દંડ કે લાકડી વગેરેને જોઈને તે કેટલી ગાંઠવાળી, શું ફળ આપે છે; વગેરે શુભાશુભ કથન કરવું. (૮) વાસ્તુવિધા:- મકાનોનાં નિર્માણ સંબંધી લક્ષણ, સ્વરૂપ તેમજ તદ્વિષયક શુભાશુભનું કથન કરવું. (૯) અંગવિકારવિદ્યા :- આંખ, મસ્તક, હાથ, પગ, લલાટ, વગેરે અંગોનાં ફૂરણનાં શુભાશુભ ફળનો વિચાર અથવા તે અંગોની આકૃતિ અનુસાર ફળ કહેવું (૧૦) સ્વરચિયઃ- (૧) તેતર, શિયાળ, કોચરી વગેરે પશુપક્ષીઓના સ્વર જાણીને શુભાશુભનું કથન કરવું. (૨) ડાબી કે જમણી નાડીની શ્વાસ ક્રિયાથી કાર્યાકાર્યનો નિર્ણય બતાવવો. જ નવ-આ વિદ્યાઓથી સંયમનો સમય બરબાદ ન કરે અથવા વિદ્યાઓથી લોકેષણાવૃત્તિ ન કરે, વિદ્યાપ્રયોગથી આજીવિકા ચલાવે નહીં.
– (૧) મંત્ર - લૌકિક તેમજ સાવધ કાર્ય માટે મંત્ર, તંત્રનો પ્રયોગ કરવો કે દેખાડવો. વિવિધ દેવારાધન દ્વારા સિદ્ધ કરવામાં આવે, તે મંત્ર. (૨) મૂલ – વનસ્પતિરૂપ ઔષધિઓ, જડીબુટ્ટીઓનો પ્રયોગ કરવો – કરાવવો. (૩) વૈધચિંતા - વૈદ્યક સંબંધી વિવિધ ઔષધિ વગેરેનો વિચાર તેમજ પ્રયોગ કરવો. (૪) વમન - ઊલ્ટી કરાવવાનું ઔષધ (૫) વિરેચન - ઝાડા કરાવવાનું ઔષધ (૬) ધુમણેa - (ધુવણેતિ – ધોતિનેતિ) નાક દ્વારા કફની શુદ્ધિ કરવી. આ પ્રક્રિયામાં નાકથી પાણી પીવાની કે બહાર કાઢવાની વિધિ હોય છે. સુંવાળી દોરી બનાવીને તેને નાકમાં અંદર સુધી નાખી શુદ્ધિ કરવામાં આવે છે. આ જ રીતે વસ્ત્ર દ્વારા પણ વિશિષ્ટ કફ શુદ્ધિ થાય છે. આ પ્રક્રિયાને ભગવદ્ ગોમંડલમાં 'નેતિધોતી' કહે છે.
દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં પણ સાધુના અનાચારોના કથનમાં આ શબ્દોના પ્રયોગ છે. ત્યાં પણ વમન-વિરેચન, બસ્તિકર્મ અને અંજન વગેરે શબ્દો સાથે ધૂવણેતિ' શબ્દ છે. આ શબ્દ પ્રાકૃત અર્ધમાગધી શબ્દ છે. તેને જ હિંદી ગુજરાતી ડિક્શનેરીમાં ધાઈ કે ધોતિ અને નેતિ એવો અર્થ આપ્યો છે. ચિકિત્સા પુસ્તકોમાં ધોતિનેતિ પ્રક્રિયાનું વર્ણન જોવા મળે છે. (૭) સ્નાન – શરીરની શુદ્ધિ માટે સ્નાન