________________
[ ૨૯૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
પum :- (૧) હેયોપાદેયના જ્ઞાનમાં બુદ્ધિમાન તથા (૨) આય એટલે સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્રનો લાભ અને ઉપાય એટલે ઉત્સર્ગ, અપવાદ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિધિઓના જ્ઞાતા.
પૂયઃ- પરીષહોને, ઉપસર્ગોને કે રાગ-દ્વેષને પરાજિત કરીને. સબ્બવલીઃ - (૧) સર્વ શબ્દ અહીં સર્વવિરતિરૂપ સંયમનો સૂચક છે. સંયમનું પૂર્ણ લક્ષ્ય રાખનાર કે સંયમને જ જોનાર. (૨) સર્વદર્શી એટલે સમસ્ત પ્રાણીઓને આત્મવત્ જોનારા.
બ્દિ વિ મુછપ - જે કોઈ પણ સચિત્ત કે અચિત્ત વસ્તુમાં મૂચ્છિત, પ્રતિબદ્ધ કે સંસકત નથી. આ વાક્યાંશથી પરિગ્રહ નિવૃત્તિનું વિધાન સ્પષ્ટ થાય છે. નાદે :- લાઢ શબ્દ બીજી અને ત્રીજી ગાથામાં છે. આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ આ શબ્દ જોવા મળે છે. તેનો અર્થ યોગ્ય અનુકૂળ આર્યક્ષેત્ર થાય છે. બંને ગાથાઓમાં 'નાટ્ટે' શબ્દની સાથે 'વરે' ક્રિયા પદનો પ્રયોગ છે, તેથી તેનો અર્થ 'આર્યક્ષેત્રમાં વિચરણ કરવું તે પ્રમાણે થાય છે. શ્રી આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ આ જ અર્થ કર્યો છે. પૂયં-પૂજા, સુંદર વસ્ત્ર, પાત્ર, સરસ સ્વાદિષ્ટ આહાર વગેરેથી સમ્માનિત કરે, તેવી ઈચ્છા. આવકવેસણ - (૧) આત્મગવેષક. કર્મરહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું ગવેષણ કે અન્વેષણ કરનાર, અર્થાતુ મારો આત્મા કેમ શુદ્ધ થાય, તેના ઉપાયોનું અન્વેષણ કરનાર (૨) આય એટલે સમ્યગ્દર્શનાદિ લાભ પ્રાપ્ત કરનારા (૩) આયત એટલે મોક્ષનો ગવેષક, તે આય.વેષક કે આયતગવેષક કહેવાય છે. બિનહિં જ નીવર :- પ્રસ્તુત સાતમી ગાથામાં દશ વિધાઓનો ઉલ્લેખ છે. (૧) છિન્નનિમિત્ત (૨)
સ્વરનિમિત્ત (૩) ભૂમિનિમિત્ત (૪) અંતરિક્ષ નિમિત્ત (૫) સ્વપ્નનિમિત્ત (૬) લક્ષણનિમિત્ત (૭) દંડવિદ્યા (૮) વાસ્તુવિધા (૯) અંગવિકાર અર્થાત્ અંગફૂરણ નિમિત્ત (૧૦) સ્વરવિચય.
'અંગવિજ્જા'માં અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્વપ્ન, છિન્ન, ભૌમ અને અંતરિક્ષ, એ અષ્ટાંગ નિમિત્ત છે. પ્રસ્તુત ગાથામાં'વ્યંજન' ને છોડીને શેષ સાત નિમિત્તોનો ઉલ્લેખ છે. દંડવિધા, વાસ્તુવિધા અને સ્વરવિચય એ ત્રણ વિદ્યાઓ સહિત દશ વિદ્યાઓ થાય છે. આ દશ વિદ્યાઓનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) છિન્નવિધ :- વસ્ત્ર, દાંત, લાકડી, પાત્ર વગેરે પદાર્થોમાં કોઈ પણ પ્રકારે થયેલા છેદ કે કપાયેલા કોઈ ભાગ વિષે શુભાશુભ નિરૂપણ કરનારી વિદ્યા, તે છિન્નવિદ્યા છે. (૨) સ્વરનિમિત્ત - ષજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પૈવત વગેરે સાત સ્વરોમાં કોઈ પણ સ્વરનું સ્વરૂપ કહીને તેના ફળનું કથન કરવું. બીજી દષ્ટિએ નાકની ડાબી કે જમણી બાજુ ચાલતા શ્વાસથી ત્રણ નાડીઓમાંથી કઈ નાડી ચાલી રહી છે અને કઈ નાડીમાં કયું કાર્ય કરવું લાભદાયક બને છે, તેનું જ્ઞાન કરાવવું, તે સ્વરવિધા છે. (૩) ભૂમિનિમિત્ત - ભૂમિકંપનાદિનું લક્ષણ તેમજ શુભાશુભ ફળ દેખાડવું અથવા ભૂમિગત ધન વગેરે