________________
[ ૨૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
- વિદ્વાન આત્મા, વિચક્ષણ સાધુ, સહેણ - સમ્યજ્ઞાન યુક્ત થઈને, તેયાપુરાણ - બીજાના દુઃખને સમજનાર, સંયમના અનુગામી, જે બુદ્ધિમાન સાધુ, સમય બધા પરીષહોને સમભાવપૂર્વક સહન કરે છે, સવ્વલી - સર્વ એટલે સંયમનું લક્ષ્ય રાખનાર, ૩ - કષાયો પર વિજય પ્રાપ્ત કરે છે, વિદેહે = કોઈ જીવને પીડા પહોંચાડતો નથી.
ભાવાર્થ :- જે લોક પ્રચલિત વિવિધ ધર્મ કે દર્શન વિષયક વાદને જાણીને જ્ઞાન, દર્શનાદિમાં સ્થિર રહે છે, જે બીજાના દુઃખને સમજનાર અથવા સંયમના અનુગામી છે, જેમણે શાસ્ત્રોનો પરમ અર્થ જામ્યો છે, જે બુદ્ધિમાન છે, પરીષહને જીતે છે, જે સર્વ જીવોનું હિત કરનાર અથવા સંયમનું લક્ષ્ય રાખનાર છે, કષાયોને ઉપશાંત કરે છે, કોઈ પણ જીવોને પીડા પહોંચાડતો નથી, તે ભિક્ષુ છે.
असिप्पजीवी अगिहे अमित्ते, जिइदिए सव्वओ विप्पमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी, चिच्चा गिह एगचरे स भिक्खू ॥१६॥
ત્તિ વેમ | શબ્દાર્થ - વિખવી - શિલ્પકલા દ્વારા પોતાનો નિર્વાહ ન કરનાર, કે - ઘરબાર રહિત, મિત્તે - મિત્ર અને શત્રુ રહિત, સબ્બો વિનુ = બાહ્ય અને આત્યંતર બંધનોથી સર્વથા રહિત, અપુરતા અલ્પ કષાયવાળા, રાહુ - નીરસ, નિસાર, અપમી - પરિમિત આહાર કરનાર, વુિં - ઘર પરિગ્રહને, વિવા - છોડીને, Jવર - રાગદ્વેષ રહિત થઈને વિચરે, એકાકીભાવમાં વિચરણ કરે.
ભાવાર્થ :- જે ચિત્રકળા આદિ શિલ્પજીવી નથી, જે ગૃહત્યાગી હોય છે, જેના આસક્તિજનક કોઈ અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે સર્વ પ્રકારે પરિગ્રહ રહિત છે, જે અલ્પકષાયી છે અર્થાત્ જેનામાં ક્રોધાદિ કષાય મંદ છે, જે નીરસ અને પરિમિત આહાર ગ્રહણ કરે છે, જે ગૃહવાસ છોડીને દ્રવ્યથી કે ભાવથી એકલા વિચરે છે, તે ભિક્ષુ છે.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :મો:- (૧) મન-વચનગુપ્તિ, (૨) જે ત્રિકાલાવસ્થિત જગતને જાણે છે, (૩)જીવસ્વરૂપ કે લોકસ્વરૂપનું મનન કરે, તે મુનિ છે, (૪) મુનિનું ભાવકર્મ મૌન કે મુનિત્વ છે. અહીં પ્રસંગને અનુકૂળ મૌનનો અર્થ – સમગ્ર શ્રમણત્વ, મુનિભાવ, મુનિત્વ કે મુનિધર્મ છે. સંદિપ :- (૧) સહિત – સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી યુક્ત અથવા સમ્યગુ જ્ઞાનક્રિયાથી યુક્ત (૨) સહિત – બીજા સાધુઓની સાથે (૩) સ્વહિતકારી, સદનુષ્ઠાનથી યુક્ત (૪) સ્વ – આત્માનો હિતચિંતક.