________________
| ૨૮૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આત્મા સમાન ગણે છે, જે પરીષહવિજેતા છે, સંયમમાં પૂર્ણ લક્ષ્ય રાખી સચેત અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતા નથી, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. |३ अक्कोस वहं विइत्तु धीरे, मुणी चरे लाढे णिच्चमायगुत्ते ।
अव्वग्गमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥३॥ શબ્દાર્થ :- અજીત - કઠોર વચનને, વાં, મારપીટને, વિ7 - કર્મોનાં ફળ જાણીને, ધીરે - ધીર, વૈર્યવાન પુરુષ, નાતે = યોગ્ય ક્ષેત્રોમાં, ઘરે = વિચરણ કરે છે, શિવ = સદા, આયરે આત્મગુપ્ત થઈને, આત્માની રક્ષા કરતો, અબ્રામને - ચિત્તમાં વિષાદ ન લાવતાં, અસંહિદ્ = હર્ષ ન કરતાં, વસઈ - બધાં કષ્ટોને, અહિયાસ - સમભાવપૂર્વક સહન કરે છે.
ભાવાર્થ :- જે મુનિ, કોઈ આક્રોશ વચન કહે કે મારે, તો તેને પૂર્વકૃત કર્મનાં ફળ માની બૈર્ય પૂર્વક સહન કરે છે, આત્માનું કર્મબંધથી રક્ષણ કરી યોગ્ય આર્યક્ષેત્રમાં વિચરણ કરે છે, દુઃખમાં વ્યાકુળ થતા નથી, અનુકૂળતામાં અતિ હર્ષિત થતા નથી, પરીસહ ઉપસર્ગ વગેરે સમભાવથી સહન કરે છે, તે ભિક્ષુ છે. ___पंत सयणासणं भइत्ता, सीउण्हं विविहं च दंसमसगं ।
अव्वग्रमणे असंपहिढे, जे कसिणं अहियासए स भिक्खू ॥४॥ શબ્દાર્થ - વાં-જીર્ણ, સામાન્ય, સંચળાવ - શય્યા અને આસન, મફત્તા મળે તો સંતોષ રાખે, અલ્કાબેન પદે - હર્ષ કે વિષાદ ન કરતાં, વિવિહં. અનેક પ્રકારના. ભાવાર્થ :- જે મુનિ સામાન્ય શય્યા–સંસારક, ઉપાશ્રય તથા બાજોટ, પાટ, પાટલા અને ઉપલક્ષણથી ભોજન, વસ્ત્ર આદિ ઉપકરણને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી, ગરમી, ડાંસ, મચ્છર વગેરે અનુકૂળ -પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે છે, તે ભિક્ષુ છે. । णो सक्कियमिच्छइ ण पूर्य, णो वि य वंदणगं कुओ पसंसं ।
से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू ॥५॥ શબ્દાર્થ - વિયં- સત્કાર, પૂબં- પૂજા પ્રતિષ્ઠાની, જે રૂઝ - ઈચ્છા રાખતા નથી, વેવળ - વંદના અને, પાં- પ્રશંસાની, સુગો વિ- જરા પણ, જે - તે, સંગ- સંયતિ, સુબ્રણ - સુવતી, તવસ્સી- તપસ્વી, દિપ-સમ્યજ્ઞાનવાળા, બાયોવેસણ- આત્મદષ્ટા. ભાવાર્થ :- જે ભિક્ષુ સત્કાર, પૂજા, પ્રતિષ્ઠા, વંદનાની પણ અપેક્ષા રાખતા નથી, જે સંયત છે, સુવતી છે, તપસ્વી છે, સમ્યગુજ્ઞાન ક્રિયાથી યુક્ત છે, આત્મગવેષક અર્થાતુ આત્મલક્ષી આચરણ કરનાર છે, તે ભિક્ષુ છે.