________________
૨૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
જાણી શકાય છે. અમૂર્ત હોવાથી આત્માનું નિત્ય અસ્તિત્ત્વ છે. તે કયારે ય ઉત્પન્ન કે નષ્ટ થતો નથી. આત્માનું મૂર્ત શરીર સાથે બંધાવું, તે અધ્યાત્મહેતુક છે અર્થાત્ આત્માના આંતરિક મિથ્યાત્ત્વ, અવિરતિ વગેરે દોષસેવનથી તેનો શરીર સાથે બંધ થાય છે. આત્માનો શરીર સાથે બંધ થવો, તે જ સંસારહેતુ અર્થાત્ ભવભ્રમણનું કારણ છે. જ્યાં સુધી આત્મા કર્મોને કારણે શરીર સાથે બદ્ધ છે, ત્યાં સુધી જીવ ભવભ્રમણ કરે છે. આ રીતે કુમારોએ આ ગાથા દ્વારા ચાર તારણ પ્રગટ કર્યા છે. (૧) આત્મા છે (૨) તે અમૂર્ત હોવાથી નિત્ય છે (૩) અધ્યાત્મ દોષ (આત્મામાં થતાં મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ આંતરિક દોષ) થી કર્મબંધ થાય છે અને (૪) આત્મા કર્મબંધના કારણે જ જન્મ મરણના ચક્રમાં વારંવાર પરિભ્રમણ કરે છે. નો વિયજ્ઞ:- બે અર્થ – (૧) નોઇન્દ્રિયને એક શબ્દરૂપે સ્વીકારીએ, તો તેનો અર્થ મન, ભાવન થાય છે અર્થાત્ અમૂર્ત પદાર્થો ભાવમન દ્વારા ગ્રાહ્ય છે. (૨) નો અને ઇન્દ્રિયો, એમ બંને શબ્દોને અલગ અલગ સ્વીકારી એ, તો તેનો અર્થ છે – અમૂર્ત વસ્તુ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી માટે અમૂર્ત છે અને અમૂર્ત પદાર્થ કયારેય નષ્ટ થતા નથી. નષ્ટ થવાનો સ્વભાવ પુગલસ્કંધનો કે મૂર્તિ પદાર્થનો છે. આ રીતે આત્માનું અનાદિ અસ્તિત્વ સિદ્ધ થતાં ધર્માચરણ અને સંયમ તપ બધાં પ્રયોજન કે સાર્થક થઈ જાય છે. ગોક્ષમાળા પરિવાયતા :- (૧) પિતા દ્વારા અવરોધ અને ઘરેથી બહાર નીકળવાનો પ્રતિબંધ (૨) સાધુઓના દર્શનનો વિરોધ અને ઘરમાં જ રાખવામાં આવ્યા હતા, બહાર નીકળવાનો કડક પ્રતિબંધ રાખ્યો હતો. મન્યુના અભાદ નોm - મૃત્યુની ગતિ સર્વત્ર નિરાબાધ છે. આ વિશ્વ મૃત્યુ દ્વારા પીડિત છે, વ્યથિત છે.
નોધ :- અમોઘ' શબ્દનો અર્થ અચુક એવો થાય છે. અચૂકરૂપથી આયુષ્યને સમાપ્ત કરનારી રાત્રિઓ છે અર્થાત્ દિવસ અને રાત્રિ આયુષ્યને વ્યતીત કરવા, ક્ષય કરવા, અચુક રૂપે ચાલી રહ્યાં છે. સંયમ સ્વીકારની તીવ્ર તમન્ના :व एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुया ।
पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुले कुले ॥२६॥ શબ્દાર્થ – નયા - હે પુત્રો!, ફુદો = આપણે બંને અર્થાત્ તમે બે અને અમે આપણે બધાં, સત્તigયા - ધર્મની શ્રદ્ધા કરતાં, શ્રાવકવ્રત પાલન કરતાં, પળો - એકી સાથે, સંસત્તા - ઘરમાં રહીએ, પછી - પછી, વૃદ્ધાવસ્થામાં, મિસામો - ઘર છોડી સાધુ થઈશું, સુતેલુણે - ઘરે ઘરેથી, ઉમરહુમાળ = ભિક્ષા કરતાં રહીશું. ભાવાર્થ - હે પુત્રો! પહેલાં આપણે બધાં એટલે તમે બંને, તથા અમે બંને થોડો વખત સાથે રહીને ધર્મની શ્રદ્ધા સાથે ગૃહસ્થ ધર્મનું, શ્રાવક વ્રતોનું પાલન કરીએ અને પછી પાછલી ઉંમરે દીક્ષિત થઈ જુદા