________________
| અધ્યયન-૧૪: ઈષકારીય
૨૭૧ |
અર્થાત્ વૃદ્ધાવસ્થા સહુને આવે છે અને રાત્રિને અમોઘા કહી છે અર્થાત્ રાત્રિદિવસ અચૂકપણે આયુષ્યબળને ક્ષીણ કરી રહ્યાં છે. २४ जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
___ अहम्म कुणमाणस्स, अफला जति राइओ ॥२४॥ શબ્દાર્થ :- ગ ગ = જે જે, વળી = રાત્રિઓ, વક્વ; = વ્યતીત થાય છે, સા = તે, જ
ચિત્ત૨ફરી પાછી આવતી નથી, ગયેલો સમય આવતો નથી, અ -અધર્મનું, સુખમાણસ = સેવન કરનારની, ૨ = તે બધી રાત્રિઓ, અપના = નિષ્ફળ, ગતિ = જાય છે. ભાવાર્થ :- જે જે રાત્રિ અને દિવસ પસાર થાય છે. તે પાછાં ફરતાં નથી. અધર્મ કરનારના તે દિવસો નિષ્ફળ જાય છે.
जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
धम्मं च कुणमाणस्स, सफला जति राइओ ॥२५॥ ભાવાર્થ :- જે જે રાત્રિ અને દિવસ પસાર થાય છે. તે પાછાં ફરતાં નથી. ધર્મ કરનારના તે દિવસો સફળ થાય છે.
२५
વિવેચન :
ગ ૨ કી :- આ ગાથા દ્વારા ભૃગુપુરોહિતે આત્માના અસ્તિત્ત્વ વિષે સંશય ઉત્પન્ન કરાવી પુત્રોની આસ્થા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ ધર્મમાં આરાધનાનું મૂળ આત્મા છે. આત્માને શુદ્ધ અને વિકાસશીલ બનાવવા માટે જ મુનિધર્મની સાધના છે, તેથી પુરોહિતની ઈચ્છા હતી કે જો આત્માના અસ્તિત્વનો જ નિષેધ કરવામાં આવે, તો મુનિ બનવાની તેની ભાવના આપોઆપ જ સમાપ્ત થઈ જશે. અહીં નાસ્તિકોના મતને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં ઉત્પત્તિ પૂર્વે આત્માને અસત્ માનવામાં આવ્યો છે. મધની જેમ કારણ સામગ્રી મળવાથી અર્થાત પાંચભૂતના સંયોગે આત્માની ઉત્પત્તિ થાય છે અને પાંચ ભૂતનો વિનાશ થતાં આત્માનો પણ વિનાશ થાય છે, તે અવસ્થિત રહેતો નથી, જન્માંતરમાં સાથે જતો નથી. નાસ્તિક લોકો આત્માને 'અસત્' માને છે, કારણ કે જન્મ પહેલાં તેનું કોઈ અસ્તિત્ત્વ નથી અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તિત્ત્વ રહેતું નથી. સારાંશ એ છે કે નાસ્તિકોની દષ્ટિએ શરીરમાં પ્રવેશ કરતી વેળાએ આત્મા દષ્ટિગોચર થતો નથી અને શરીર છૂટવાના સમયે પણ આત્મા બહાર નીકળતો દેખાતો નથી, તેથી આત્માની સ્વતંત્ર સત્તા (અસ્તિત્વ) જ નથી.
કુમારો દ્વારા આત્માની સિદ્ધિ:- પુરોહિત પુત્રોએ આત્માને સિદ્ધ કરતાં કહ્યું "આત્મા ચર્મચક્ષુઓ દ્વારા ન દેખાવા માત્રથી જ તેના અસ્તિત્વને ન સ્વીકારવું, તે યુક્તિ સંગત નથી. આત્મા અમૂર્ત (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિના અભાવરૂ૫) હોવાથી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. ઇન્દ્રિયો દ્વારા મૂર્ત દ્રવ્યોને જ