________________
અધ્યયન-૧૪: ઈષકારીય
.
[ ૨૭]
છે; આ રીતે સંસારમાં જ વ્યાકુળ થયેલા વ્યક્તિને કે તેના આયુષ્યને ચોરનાર રાત અને દિવસ, મૃત્યુ તરફ લઈ જાય છે. આવી સ્થિતિમાં ધર્માચરણ કરવામાં પ્રમાદ કેમ કરાય? અર્થાતુ પ્રમાદ કરવો યોગ્ય નથી.
વિવેચન :
વેલા અદીય ન હવતિ તાજું :- ઋગ્યેદ વગેરે વેદશાસ્ત્રોનાં અધ્યયન માત્રથી કોઈની દુર્ગતિ અટકતી નથી. વેદાધ્યયન વેદપાઠીની મરણથી પણ રક્ષા કરી શકતા નથી, વસ્તુતઃ મનુષ્યનું ધર્મરૂપ આચરણ જ અર્થાત્ પાપોનો ત્યાગ કષાયોનો ત્યાગ, એ જ મૃત્યુથી કે દુર્ગતિથી તેને બચાવી શકે છે. વેદજ્ઞાતાઓએ પણ કહ્યું છે– 'શિલ્પમધ્યયન નામ, વૃત્ત બ્રાહખ ની ગમ્ I'અધ્યયન તો કળા છે, વસ્તુતઃ બ્રાહ્મણનું લક્ષણ તો આચરણ છે. પૂરા મિ :- (૧) બ્રાહ્મણોને ભોજન કરાવવારૂપ પ્રવૃત્તિ જીવને અંધકારમાં લઈ જાય છે કારણકે જે બ્રાહ્મણ અહિંસા ધર્મને ભૂલીને યજ્ઞાદિમાં થનારી હિંસાની પ્રેરક બને છે, તે બ્રાહ્મણ સ્વયં નરક ગતિનું કારણ બને છે. (૨) તમ તમનો અર્થ અજ્ઞાન, અંધવિશ્વાસ વગેરે ઘોર અંધકાર છે, તેથી હિંસાના પ્રેરક બ્રાહ્મણો, યજમાનને અજ્ઞાન કે અંધવિશ્વાસરૂપી અંધકારમાં લઈ જાય છે. નાયા ૨ પુરા દવંતિ તા:- વાસ્તવમાં પુત્ર કોઈ પણ માતાપિતાને નરકાદિ દુર્ગતિથી જતાં બચાવી શકતા નથી. વેદાનુયાયીઓએ પણ કહ્યું છે – જો પુત્રો દ્વારા અપાયેલા પિંડદાનથી જ સ્વર્ગ મળી જતું હોય તો દાન વગેરે ધર્મનું આચરણ કરવું વ્યર્થ થઈ જાય છે. જો પુત્રોની ઉત્પત્તિથી જ પિતા સ્વર્ગ પ્રાપ્ત કરી શકે, તો કાચબા, ઘો, સુવર, કૂકડા વગેરે અનેક પુત્રોવાળાં પશુપક્ષીઓને સર્વ પ્રથમ મોક્ષ મળી જવો જોઈએ. કહ્યું પણ છે કે –
यदि पुत्राद् भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते ।। मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः ।।१।। बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च ।
तेषां च प्रथमः स्वर्गः पश्चाल्लोको गमिष्यति ।।२।। આ રીતે ૧૨ મી ગાથામાં વેદ ભણવા વગેરે ત્રણ વાતોનું સમાધાન છે. ભોગ ભોગવ્યા પછી સંન્યાસ લેવો, તેનો ઉત્તર ૧૩–૧૪-૧૫ મી ગાથામાં છે.
UMખરે થાસમાને - એક તરફ કામનાઓથી અતૃપ્ત વ્યક્તિ વિષયસુખો મેળવવાં વલખાં મારે છે. બીજી તરફ સ્વજનાદિને માટે ભોગ સામગ્રી ભેગી કરવામાં, ધન પ્રાપ્તિમાં આસક્ત બની પાગલની જેમ ફરે છે. ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગના સંકલ્પ વિકલ્પોથી મનુષ્ય રાતદિવસ સંતપ્ત રહે છે. ઇચ્છાઓની પૂર્તિ થતી નથી અને વ્યક્તિ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી મૃત્યુ પ્રાપ્ત થઈ જાય છે. તે ધર્મ પુરુષાર્થ કર્યા વિના જ ખાલી હાથે ચાલ્યો જાય છે.