________________
અઘ્યયન–૧૪ : ઈયુકારીય
પુત્રહીનની સદ્ગતિ થતી નથી. સ્વર્ગ તો કોઈ પણ સ્થિતિમાં મળતું જ નથી, તેથી પહેલાં પુત્રનું મુખ જોઈને પછી સંન્યાસાદિ ધર્મનું આચરણ કરો.
૨૫
અધિષ્ણ વેર્ :- ભૃગુ પુરોહિતનું આ કથન પોતાના બંને પુત્રોને ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે અનુરોધ કરતી વૈદિક ધર્મની પરંપરાની દષ્ટિએ છે. બ્રાહ્મણ ધર્મસૂત્ર તેમજ સ્મૃતિગ્રંથોમાં પણ આ જ પરંપરા પ્રચલિત છે. બોધાયન ધર્મસૂત્ર અનુસાર બ્રાહ્મણ, જન્મથી જ ત્રણ ઋણ સાથે લઈને જન્મે છે, જેમ કે – ઋષિઋણ, પિતૃઋણ અને દેવાળ. ઋષિઋણ-વેદાધ્યયન તથા સ્વાધ્યય દ્વારા, પિતૃઋણગૃહસ્થાશ્રમ સ્વીકારી સંતાન ઉત્પત્તિ દ્વારા અને દેવઋણ યજ્ઞયાગાદિ દ્વારા ચૂકવી શકાય છે. આ ઋણોને ચૂકવવા માટે યજ્ઞાદિપૂર્વક ગૃહાસ્થાશ્રમને સ્વીકારનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે, પરંતુ તેને છોડી અર્થાત્ વેદોને ભણ્યા વિના, પુત્રોને ઉત્પન્ન કર્યા વિના અને યજ્ઞ કર્યા વિના જ જે બ્રાહ્મણ મોક્ષ, બ્રહ્મચર્ય કે સંન્યાસની ભાવના રાખે કે રાખનારની પ્રશંસા કરે છે, તે નરકમાં જાય છે.
પ્રસ્તુત ગાથામાં પ્રયુક્ત ’હિવેદ્' પદ બ્રહ્મચર્યાશ્રમ સ્વીકાર કરવા માટે તથા રિવિાવિષે વગેરે શેષ પદો ગૃહાસ્થાશ્રમ સ્વીકાર કરવા માટે છે.
आरणगा मुणी :ઐતરેય, કૌષિતકી, તૈત્તિરીય તેમજ બૃહદારણ્યક વગેરે બાહ્મણગ્રંથ અથવા ઉપનિષદ 'આરણ્યક' કહેવાય છે. તેના અધ્યયન માટે અરણ્યનો એકાંતવાસ સ્વીકારવામાં આવતો હતો. આ દૃષ્ટિએ આરણ્યનો અર્થ 'આરણ્યક વ્રતધારી' થાય છે. આ પદના બે અર્થ વૃત્તિમાં કર્યા છે. ૧. આરણ્યક વ્રતધારી મુનિ થવું. ૨. આરણ્યક શબ્દથી વાનપ્રસ્થાશ્રમ અને મુનિ શબ્દથી સંન્યાસ આશ્રમ સૂચિત થાય છે.
પુરોહિત પુત્રોનો વૈરાગ્ય સભર ઉત્તર :
=
१२
वेया अहीया ण हवंति ताणं, भुत्ता दिया पिंति तमं तमेणं । जाया य पुत्ता ण हवंति ताणं, को णाम ते अणुमण्णेज्ज एयं ॥ १२ ॥ શબ્દાર્થ :- પે - વેદોને, અહીયા - ભણી લેવા માત્રથી, સવ - તે શરણરૂપ (રક્ષક), ખ હત્તિ – નથી થતાં, વિયા - બ્રાહ્મણોને, મુત્તા - ભોજન કરાવવાથી તે, તમ તમેળ - વધારેમાં વધારે અજ્ઞાન દશામાં, અંધકારમાં, િિત – લઈ જાય છે, ગાયા - ઉત્પન્ન થયેલા, પુત્તા – પુત્ર પણ, તાળ શરણ રૂપ, પતિ – હોતા નથી, તે – તેથી તમારા, ડ્યું - આ કથનને, જે ગામ – કોણ બુદ્ધિમાન વ્યક્તિ, અનુમો - સ્વીકાર કરશે, માન્ય કરશે.
=
ભાવાર્થ :– પુત્રોએ કહ્યું – વેદો ભણી જવા માત્રથી અર્થાત્ પાપોનો ત્યાગ કર્યા વિના તે આત્મરક્ષક થઈ શકતા નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને તેની સંગતિ કરવાથી તે વધારે અજ્ઞાનદશામાં લઈ જાય છે અર્થાત્ યજ્ઞ, હવન, સ્નાન વગેરે હિંસાજન્ય પ્રવૃત્તિઓની પ્રશંસા કે પ્રેરણાથી આત્મા પાપકર્મનો બંધ કરે છે. જન્મેલાં પુત્ર પણ કંઈ પાપકર્મનાં ફળ ભોગવવામાં આશ્રયરૂપ થતા નથી, તેથી હે