________________
અધ્યયન–૧૪: ઈષુકારીય
૨૫૭
ચૌદમું અધ્યયન
DRDOROOOOOR
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ ઈષુકારીય છે. તેમાં ભૃગુપુરોહિતના કુટુંબના નિમિત્તથી ઈષુકાર રાજા પ્રતિબોધિત થયા અને તેણે આર્હત્ શાસનમાં પ્રવ્રુજિત થઈને મોક્ષ પ્રાપ્ત કર્યો. આ અધ્યયનમાં છ જીવોની મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે પરંતુ તેમાં ઈયુકાર રાજાની લૌકિક પ્રધાનતાને કારણે આ અધ્યયનનું નામ 'ઈપુકારીય'
છે.
પ્રત્યેક પ્રાણી કર્મો અનુસાર પૂર્વજન્મના શુભાશુભ સંસ્કાર સહિત જન્મ ધારણ કરે છે. અનેક જન્મોની કરણીનાં ફળસ્વરૂપે વિવિધ આત્માઓનો એક જ નગરમાં, એક કુટુંબમાં તથા એક જ ધર્મપરંપરામાં અથવા એક જ વાતાવરણમાં પારસ્પરિક સંબંધ થાય છે. આ અધ્યયનના પ્રારંભમાં છ આત્માઓના આ અભૂતપૂર્વ સંયોગનું નિરૂપણ છે. આ છ જીવ જ આ અધ્યયનમાં પ્રમુખ પાત્રો છે – મહારાજા ઈયુકાર, રાણી કમલાવતી, પુરોહિતભૃગુ, પુરોહિતપત્ની યશા તથા પુરોહિતના બે પુત્રો.
આ અધ્યયનમાં પુરોહિત કુમારો અને પુરોહિતના સંવાદના માધ્યમથી બ્રાહ્મણ સંસ્કૃતિની કેટલીક મુખ્ય પરંપરાઓનો ઉલ્લેખ છે.
(૧) પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વેદાધ્યયન કરવું. (૨) ત્યાર પછી ગૃહાસ્થાશ્રમ સ્વીકારી દાંપત્ય જીવનમાં રહીને પુત્રોત્પત્તિ કરવી; કેમ કે પુત્રરહિતની સદ્ગતિ થતી નથી. (૩) ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રાહ્મણોને ભોજન કરાવવું (૪) પુત્રોનાં લગ્ન થયા પછી તેમના પુત્રો તથા ઘરનો ભાર તેમને સોંપવો (૫) ત્યાર પછી અરણ્યવાસી મુનિ બની જવું. બ્રાહ્મણ સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમનું પાલન કર્યા વિના સીધા જ વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમ સ્વીકારવો વર્જિત હતો.
પરંતુ ભૃગુપુરોહિતના બંને પુત્રોને પૂર્વજન્મોનું સ્મરણ થઈ જતાં શ્રમણસંસ્કૃતિના ત્યાગ પ્રધાન સંસ્કાર જાગૃત થઈ ગયા અને તેઓ તે જ માર્ગ ઉપર ચાલવા તૈયાર થઈ ગયા. પોતાના પિતા ભૃગુપુરોહિતને તેમણે તપ અને ત્યાગ પ્રધાન શ્રમણ સંસ્કૃતિનો અને કર્મક્ષય દ્વારા થતી આત્મશુદ્ધિનો મુખ્ય સિદ્ધાન્ત યુક્તિપૂર્વક સમજાવ્યો છે.
ભૃગુ પુરોહિતે જ્યારે નાસ્તિકોના તજીવ–તશરીરવાદના આધારે આત્માના નાસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું, ત્યારે બંને કુમારોએ આત્માના અસ્તિત્વ વગેરે વિષયોનું પ્રમાણયુક્ત પ્રતિપાદન કર્યું, તેથી પુરોહિત પણ નિરુત્તર બની પ્રતિબોધિત થઈ ગયા. પુરોહિતની પત્ની બ્રાહ્મણીનું મન ભોગવાદના સંસ્કારોથી લિપ્ત હતું પરંતુ પુરોહિતે પોતાના બંને પુત્રોના ત્યાગમાર્ગી વલણને સન્મુખ રાખી ત્યાગનું જ