________________
[ ૨૫૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
- સર્વ પ્રધાન, સિદ્ધિાડું - સિદ્ધગતિને, જગો - પ્રાપ્ત થયા. ભાવાર્થ :- શબ્દાદિ કામભોગોથી વિરક્ત, શ્રેષ્ઠ ચારિત્રવાળા તેમજ તપસ્વી મહર્ષિ ચિત્તમુનિ પણ અનુત્તર અર્થાત્ ઉત્કૃષ્ટ સંયમ પાળીને સર્વોત્કૃષ્ટ સિદ્ધગતિને પામ્યા.
- એમ ભગવાને કહ્યું છે. વિવેચન :
પુત્તરે, અત્તર :- પ્રસ્તુત અંતિમ બે ગાથાઓમાં અનુત્તર' શબ્દનો ચાર વાર પ્રયોગ થયો છે. (૧) પ્રથમ અનુત્તર શબ્દ કામભોગોના વિશેષણરૂપ છે, તેનો અર્થ છે–સર્વોત્તમ. (૨) દ્વિતીય અનુત્તર શબ્દ નરકનું વિશેષણ છે– બધી નરકની સ્થિતિ, દુઃખ આદિમાં જ્યેષ્ઠ દુઃખમય અપ્રતિષ્ઠાન નામનો સાતમી નરકનો નરકાવાસ, (૩) પાંત્રીસમી ગાથામાં પ્રથમ અનુત્તર શબ્દ સંયમનું વિશેષણ છે, તેનો અર્થ છે – સર્વોપરિ સંયમ (૪) દ્વિતીય અનુત્તર શબ્દસિદ્ધિગતિનું વિશેષણ છે, જેનો અર્થ છે – સર્વ શ્રેષ્ઠ સિદ્ધગતિ. ઉપસંહાર:- ચિત્તમુનિ અને સંભૂતિમુનિ બંનેની પૂર્વભવમાં કરેલી સંયમની આરાધના અને વિરાધનાનું ફળ દર્શાવતું આ અધ્યયન સાધુ - સાધ્વીને સુંદર પ્રેરણા આપે છે. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી બંને પોતપોતાના ત્યાગ અને ભોગની દિશામાં એક બીજાને લાવવા પ્રયત્નશીલ હતા પરંતુ કામભોગોથી સર્વથા વિરક્ત, સાંસારિક સુખોનાં સ્વરૂપને જાણનાર ચિત્તમુનિ પોતાના સંયમમાં દઢ રહ્યા, જ્યારે બ્રહ્મદત્ત પણ ગાઢ ચારિત્ર મોહનીય કર્મવશ ત્યાગ કે સંયમ તરફ અંશ માત્ર આગળ ન વધ્યા. પરિણામે બંનેની જુદી જુદી વિપરીત ગતિ થઈ.
ભોગોનો ત્યાગ કરવો, તે દુર્લભ છે અને આસક્તિ છોડવી, તે અતિ દુર્લભ છે. ભોગોની જાળ છટવી માનવમાત્ર માટે બહુ જ કઠિન છે. સાધક આત્માએ ભોગોથી દૂર રહેવું જોઈએ. સાધના કરતાં કયારે ય ભોગો તરફ ખેંચાવું જોઈએ નહીં. ભોગોનો સંકલ્પ કે નિદાન કરવું, એ આત્માનું મહાપતનનું સ્થાન છે. માટે સાધકે પૌલિક સુખોની આકાંક્ષાથી સદાય દૂર રહેવું જોઈએ.
II અધ્યયન-૧૩ સંપૂર્ણ II