________________
સાધન બની જાય અથવા તેની ઉપાસના નિર્બળ બની જાય તેથી અર્થ ઉપર ધર્મની લગામ હોવી જોઇએ અને ધર્મ સાથે અર્થનું બળ હોવું જોઇએ અર્થાત્ ધર્મ પણ અર્થ બળ ઉપર આધારિત છે. ધર્મમાં અર્થનો અને ભોગનો ત્યાગ જોડાયેલો છે. જ્યારે અર્થમાં નીતિ અને ન્યાય રૂપે ધર્મ જોડાયેલો છે. બધી રીતે અર્થ અને ધર્મનો સુમેળ તે જ સમાજનું સાચું સંગઠન છે. આ વિષય પર અત્યારે બહુ ઊંડાણમાં ન જતાં આટલો ઇશારો કરીને પ્રથમ ગાથામાં ધર્મ તથા અર્થની તથ્ય ગતિ બતાવીને શાસ્ત્રકારે સ્વયં આ ભાવને પ્રગટ કર્યા છે, તે બહુ સમજવા જેવા છે, તેટલું કહી સંતોષ માનીએ છીએ.
ઉત્તરાધ્યયનના ઉપદેશો વસ્ત્રના તાણાવાણાની જેમ સમગ્ર સાધુજીવનમાં વણાયેલા છે અને ભારત વર્ષમાં અત્યારે ત્યાગના ક્ષેત્રમાં જૈન સાધુ - સાધ્વીઓનું જે ઊંચું સ્થાન છે, જે રીતે તેઓનું ત્યાગમય જીવન આદરણીય છે તેના પ્રધાન કારણ રૂપે ઉત્તરાધ્યયન સૂત્રને માનીએ તો ખોટું નથી. ગીતાના આધારે જેમ સનાતન ધર્મ સ્થિર થયેલો છે, તેમ ઉત્તરાધ્યયનના ઉપદેશથી જૈન પરંપરા મજબૂત બની છે.
ઉત્તરાધ્યયન સૂત્રની સરલતા, નૈતિક ઉપદેશો, નાની મોટી કથાઓ કેટલાક તાત્વિકભાવો અને ભાષાનું સૌષ્ઠવ તથા કાવ્ય શક્તિનો ચમત્કાર ઘણા પદોમાં અને ગાથાઓમાં જોવા મળે છે. તે આ શાસ્ત્રની વિશેષતા છે. તાત્વિકભાવોના ઉદાહરણ રૂપે
થુવે સાસM..તેવું પદ છે. તે મૂળ દ્રવ્યોની શાશ્વત ભાષાની પરિચ્છેદના કરી સમગ્ર માયાવાદની ઝાંખી આપે છે. તે માટે આંધ્રુવ અને અશાશ્વત, આ બંને વિશેષણ મૂક્યા છે. અર્થાત્ માયાવાદની પાછળ કોઇ ધ્રુવ સત્ય નથી. તેમજ જે માયાવાદ છે તે પણ શાશ્વત નથી. આમ બંને રીતે પરિહાર કરી કેવળ મૂળ દ્રવ્યો સ્થિર રહી જે કાંઇ ઉત્પત્તિ અને લયનું નાટક ભજવે છે, તે અશાશ્વત અને અધૃવ છે. આ એક સામાન્ય ઉદાહરણ મૂક્યું છે. આવા બીજા બધાં મોતી પણ ગાથામાં ચમકે છે.
આટલું કહ્યાં પછી ઉત્તરાધ્યયન વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. એમ માનીને અહીં વિરામ લેશું પરંતુ આ શાસ્ત્રનું જેઓએ સંપાદન કર્યું છે અને સમગ્ર ઉત્તરાધ્યયન સૂત્રને સરલ, પઠનીય ભાષામાં અનુવાદ કરીને જનસમુહને ઉત્તરાધ્યયનસૂત્રના આવા મધુર રસનું પાન કરવા માટે સરળ માર્ગ કર્યો છે તે સમગ્ર કાર્ય શત્ શત્ અભિનંદનીય છે.
જો કે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર વધારેમાં વધારે લખાયું છે, તેના અનુવાદો થયા છે. પંજાબ, રાજસ્થાન અને દક્ષિણના વિદ્વાન સાધુ - સંતોએ ઉત્તરાધ્યયન સૂત્રને પ્રકાશિત