________________
કરી ઉપકાર કર્યો છે પરંતુ અહીં જે શૈલીમાં બધાં વિભાગો સાથે કે બધાં પેરેગ્રાફ સાથે નંબર મૂકીને, ગાથાઓના મર્મભાવોને આવશ્યક એટલું ઉદ્ઘાટિત કરીને જે રીતે સુંદર સંપાદન થયું છે તે નમૂનેદાર છે. તે માટે વિશેષરૂપે આપણા આ ગુરુ પ્રાણ ફાઉન્ડેશનના પ્રાણાધાર એવા મહાસતીજીઓને અને તેના પથપ્રદર્શક શ્રી લીલમબાઈ મ. ને “શાસન ચંદ્રિકા’ જેવો ઉત્તમ શબ્દ અર્પણ કરતાં અમોએ તેઓશ્રીને “શાસ્ત્ર માધવી” કહીને જે પદથી સુશોભિત કર્યા છે. તે ખરેખર સાર્થક છે. વીરપ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ રીતે નિરંતર આગમસેવા કરતાં રહે, બધાં વિદુષી મહાસતીજીઓના આરોગ્ય ઉત્તમ બની રહે, તેવી હાર્દિક ભાવના પ્રગટ કરતાં અત્યંત આનંદનો અનુભવ થાય છે.
અહીં સૂચિત કરતાં લાગે છે કે, આપણે પણ જો આ ઉત્તરાધ્યયનના પાઠ અને સ્વાધ્યાય કરવાનું વિશેષરૂપે ચાલુ કરાવીએ તથા અભ્યાસી ભાઇ – બહેનો ગીતા અને રામાયણના પાઠની જેમ નિરંતર ઉત્તરાધ્યયનનો સ્વાધ્યાય કરતાં થાય તો જીવનમાં જ્ઞાનાત્મક તપનો એક આરંભ થશે અને ભગવાન મહાવીરની વાણી હૃદયંગત થવાથી જૈનત્વની લતા પલ્લવિત થઇ મધુરા ફળને આપશે. ઇતિ - આનંદ... મંગલમ્
- પૂ. જયંતમુનિ મ.સા.
પેટરબારે