________________
ભોગપભોગ ભોગવતાં અને ઘણો પાપારંભ કરી વૈભવ ભોગવતા માણસોની કષાયના બકરાની સાથે તુલના કરી છે. છરાનો ભય આ બકરાને જ છે, સામાન્ય સદાચારીને જીવોને તે ભયથી મુક્ત રાખ્યા છે.
તે જ રીતે દુષ્ટ માણસના સ્વભાવને આલેખીને વિટાભોગી સુવર જેવા બતાવ્યા છે માટે કોઇપણ આરાધના કરતાં પહેલાં સ્વભાવ સુધારવો જોઇએ, પ્રકૃતિ બદલવી જોઇએ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આખું શાસ્ત્ર વિનયથી જ શરું થયું છે. જૈનોનું પ્રસિધ્ધ સૂત્ર “વિશ્વ મૂનો થપ્પો'નું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પ્રમાણ છે. આ વિનય ક્ત નમ્રતા પૂરતો નથી પરંતુ તેમાં ગૃહસ્થ કે સાધુની સર્વ સામાન્ય આચાર સંહિતા કેવી હોવી જોઇએ તેનો ઉપદેશ ભર્યો છે. વિનયથી શરૂ કરીને અલગ અલગ ભાવોનું અવલંબન કરી એક એક અધ્યયનનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં સંપાદક મંડળની ઉત્તમ કલમથી અનુવાદિત થયેલાં ભાવોને અભ્યાસીઓ નિહાળી શકશે. આ અધ્યયનોમાં ક્રમિક વિકાસ માટેના અને ભિન્ન ભિન્ન રૂપે ઉત્થાન કરવા માટેના સોપાનો ગોઠવવામાં આવ્યા છે. તે જ રીતે સામાન્ય લોકપ્રચલિત ભાવોનું ઉત્તમ વિવેચન કરી ખરો અર્થ ઘટિત કરવામાં આવ્યો છે. મનુષ્ય સાધારણ રીતે બોલે છે. મોત સુધરવું જોઇએ, કમોતે ન કરવું જોઇએ, ઉત્તમ મરણ થાય તો સારું. તેના જવાબરૂપે ઉત્તમ મરણ શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય તેનું સટીક વર્ણન કર્યું છે. તે જ રીતે સામ્રાજ્યવાદી શક્તિઓ જ્યાં પૂજતી હતી, ત્યાં જૈન સંસ્કૃતિના આધારે ત્યાગમય જીવનની શ્રેષ્ઠતાને પ્રગટ કરી છે, તેનો સ્વીકાર ન કરી શકનાર ભોગી ચક્રવર્તીને પણ સીધા નરકગામી બતાવ્યા છે. તેમાં જૈન ઉપદેષ્ટાઓની નિર્ભયતાનું ઉદાહરણ છે. તેમણે બેધડક રીતે આવી ભોગાત્મક સંસ્કૃતિ પર પ્રહાર કર્યો છે. બધાં અધ્યયનો, બધી ગાથાઓ સામાન્ય ઉપદેશની સાથે ઘણી જગ્યાએ તત્ત્વમય રહસ્યોનો પણ સ્પર્શ કરે છે. આવી એક ગાથાનું ઉદ્ઘાટન કરી આપણે આમુખ પૂરો કરીશું
सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ। સન્થ ઉષ્મ તવં માનુર્ફેિ મુનેદને II (અધ. ૨૦/૧)
જેમાં અર્થ અને ધર્મનું વાસ્તવિક તથ્ય શું છે? તે પ્રગટ કરશે તેમ કહીને શાસ્ત્રકારે સુપ્રસિધ્ધ ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી બે પુરુષાર્થને ગ્રહણ કરી તેના પર પ્રકાશ નાંખ્યો છે. હકીકતમાં અર્થને ધર્મ સાથે શું સંબંધ છે? અર્થ એ ભૈતિક શક્તિ છે અને ધર્મ એ આધ્યાત્મિક શક્તિ છે. તત્ત્વ દ્રષ્ટિએ બંને ભાવો સ્વતંત્ર હોવા છતાં સમાજમાં જો અર્થ અને ધર્મનો સુમેળ ન હોય તો અર્થ અનર્થનું મૂળ બની જાય અને ધર્મ એ મનોરંજનનું