________________
| ૨૩૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
નથી અથવા માતંગઋષિના મતાનુસારે આત્માની શુદ્ધિ બ્રહ્મચર્ય, સત્ય, તપ અને સંયમથી થાય છે પરંતુ તીર્થયાત્રા કરવા માત્રથી આત્માની શુદ્ધિ થતી નથી.
ભાવવિશુદ્ધિરૂપ આધ્યાત્મિક શુદ્ધિને છોડીને જલાદિથી બાહ્ય શુદ્ધિનો સ્વીકાર શ્રેષ્ઠ નથી. અત્તપસUસે :- આત્મા (જીવ)ની પ્રશસ્ત લેશ્યાઓ, વિચારોની શુદ્ધતાપૂર્વકની પવિત્રતા. ઉપસંહાર :- હદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેંકે છે, ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવે છે. જ્ઞાનનાં મંદિરો ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના ઊંચ-નીચ ભાવો ચારિત્રના નિર્મળ પ્રવાહમાં પવિત્ર થઈ જાય છે. ચારિત્રરૂપ પારસ અનેક દુષ્કર્મરૂપ લોખંડને સુવર્ણરૂપ સત્કર્મોમાં પલટાવી દે છે. હરિકેશબલ મુનિનું જીવન ચારિત્રબલના કારણે જ અમાસથી પૂનમમાં પલટાઈ ગયું હતું અને ચાંડાલના ભવથી કે શરીરથી પણ મુક્તિને, સિદ્ધ અવસ્થાને મેળવી લીધી હતી.
I અધ્યયન-૧ર સંપૂર્ણ II