________________
અધ્યયન-૧૨: હરિકેશીય
પ્રો.
| ૨૩૭ |
મહાન જ્ઞાન જ પ્રશસ્ત કે શ્રેષ્ઠ છે. આ ધર્મરૂપી કુંડમાં સ્નાન કરીને, કર્મમલથી રહિત અને ભાવોથી વિશુદ્ધ થઈને મહર્ષિઓ ઉત્તમ સ્થાન અર્થાતુ મોક્ષને પ્રાપ્ત થયા છે.
– એમ ભગવાને કહ્યું છે. વિવેચન :સોર્દિ-દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિના ભેદથી શુદ્ધિ બે પ્રકારની છે. પાણીથી મલિન વસ્ત્ર વગેરે ધોવાં, એ દ્રવ્યશુદ્ધિ છે તથા તપ સંયમ વગેરે દ્વારા અષ્ટવિધ કર્મમળને ધોવા, તે ભાવશુદ્ધિ છે. આથી મુનિએ રુદ્રદેવ આદિ બ્રાહ્મણોને કહ્યું હતું કે પાણીથી બાહ્ય શુદ્ધિને કેમ શોધી રહ્યા છો? દ્રવ્યશુદ્ધિથી ભાવ શુદ્ધિનું વિશેષ મહત્ત્વ છે. મૂવાડું - વૃક્ષ અથવા ઉપલક્ષણથી અન્ય વનસ્પતિકાયિક જીવો પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિયને ગ્રહણ કરવા જોઈએ. વિદેયંતી – વિશેષરૂપથી, વિવિધ પ્રકારે નષ્ટ કરીને. પરિણાવ -જ્ઞપરિજ્ઞાથી તેનું સ્વરૂપ વિશેષરૂપેથી જાણી, પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને. સુસંધુડો - જેના પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રદ્વાર રોકાઈ ગયાં છે, તે સુસંવૃત્ત છે. વોલકુમો - સારી રીતે કે પૂર્ણતયા પોતાના શરીરની સંભાળ અર્થાત્ શુશ્રુષા સંસ્કારના ત્યાગી અર્થાત્ સમસ્ત દેહ મમત્વના ત્યાગી. મહાન નવ ઝUસિ૬ - કર્મશત્રુને પરાજિત કરવાની પ્રક્રિયા હોવાથી સંયમ તપ મહાન જયરૂપ છે. એટલે આત્માનો મહાન જય કરાવનાર, મોક્ષ પ્રાપ્ત કરાવનાર, શ્રેષ્ઠ યજ્ઞ રૂપ સંયમનું સમ્પર્ક આચરણ કરે છે. પસલ્ય :- જીવોપઘાત રહિત હોવાથી આ તપ સંયમરૂપ ભાવયજ્ઞ સમ્યકુચારિત્રવાન વિવેકી ઋષિઓ મહર્ષિઓ દ્વારા પ્રસંશનીય છે, ઉત્તમ છે.
એ સંનિસિલ્ય :- બ્રહ્મચર્ય શાંતિતીર્થ છે કેમ કે આ તીર્થનું સેવન કરવાથી ઘણા અવગુણો નાશ પામે છે. કર્મમળોનાં મૂળ આસક્તિ કે રાગદ્વેષ જડમધૂથી દૂર થઈ જાય છે. તે દૂર થવાથી ફરીથી મળનો સંભવ કયારે ય રહેતો નથી. ઉપલક્ષણથી સત્યાદિને પણ ગ્રહણ કરવું જોઈએ કારણ કે તે પણ કર્મમળની શાંતિ ઉપશાંતિ કરનાર છે. કહ્યું છે કે –
હર્વેળ, સત્યેન, તપસ સંયનેન . मातंगर्षिर्गतः शुद्धि, न शुद्धिस्तीर्थयात्रया ।।'
બ્રહ્મચર્ય, સત્ય, તપ અને સંયમથી માતંગઋષિ શુદ્ધ બની ગયા હતા. તીર્થયાત્રાથી શુદ્ધિ, એ શુદ્ધિ