________________
| અધ્યયન–૧૩:ચિત્ત-સંભૂતીય
૨૩૯ ]
તેરમું અધ્યયન
પરિચય :
આ અધ્યયનનું નામ 'ચિત્ત-સંભૂતીય' છે. તેમાં ચિત્ત અને સંભૂત, તે નામના બે ભાઈઓના પાંચ જન્મો સુધીનો નિરંતર ભાતૃસંબંધ અને છઠ્ઠા જન્મમાં પૂર્વજન્મકૃત સંયમની આરાધના અને વિરાધનાનાં ફળ સ્વરૂપ અલગ-અલગ સ્થાન, કુળ, વાતાવરણ વગેરે સંયોગ પ્રાપ્તિ અને તેના કારણે થયેલા પરસ્પરના સંવાદનું નિરૂપણ છે.
ચિત્ત સંભાતની ભવપરંપરા - સાકેતના રાજા ચંદ્રાવતસકના પુત્ર મુનિચંદ્ર રાજાને સાંસારિક કામભોગોથી વિરક્તિ થઈ ગઈ. તેમણે સાગરચંદ્ર મુનિ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતાં કરતાં એક વખત તેઓ જંગલમાં ભૂલા પડયા. તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ ગયા હતા. એટલામાં જ ત્યાં તેમને રબારીના ચાર પુત્રો મળ્યા. તેઓએ તેમની દશા જોઈને કરુણાથી પ્રેરિત થઈ મુનિની સેવા કરી. મુનિએ ચારે ય ગોપાલપુત્રોને ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને ચારે ય બાળકો પ્રતિબદ્ધ થઈને તેમની પાસે દીક્ષિત બન્યા. તેમાંથી બે મુનિઓને સાધુઓનાં ગંદા વસ્ત્રો પ્રત્યે ધૃણા હતી. તેઓ આ જુગુપ્સાવૃત્તિના સંસ્કાર સાથે સંયમ પાલન કરતાં મૃત્યુ પામીને દેવગતિમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી બંને દશાર્ણનગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની દાસી યશોમતીને ત્યાં યુગલ પુત્રો રૂપે જન્મ લીધો. એકવાર બને ભાઈઓ પોતાના ખેતરમાં રાત્રે વૃક્ષની નીચે સૂતા હતા. અચાનક એકભાઈને સર્પ કરડ્યો. બીજો જાગ્યો. ખબર પડતાં જ તે સર્પને શોધવા નીકળ્યો. પરંતુ તે જ સર્પે તેને પણ દંશ દીધો. બંને ભાઈઓ મરીને કાલિંજર પર્વત પર એક હરણીના પેટે યુગલરૂપે ઉત્પન્ન થયા. એકવાર તે બંને ચરતાં હતાં, ત્યાં એક શિકારીએ એક બાણ વડે બંનેને વીંધી નાખ્યાં. મરીને તે બંને મૃતગંગાના કિનારે રાજહંસ બન્યા. એક દિવસ તેઓ સાથે સાથે ફરી રહ્યા હતા. ત્યાં એક માછીમારે આ બંને હંસની ડોક મરડીને મારી નાંખ્યા. બંને હંસ મરીને વારાણસીના અતિસમૃદ્ધ અને ચાંડાલોના અધિપતિ ભૂતદત્તને ત્યાં પુત્રો રૂપે જન્મ્યા. તેમના નામ ચિત્ત' અને 'સંત' રાખવામાં આવ્યાં. બંને ભાઈઓ વચ્ચે અપાર સ્નેહ હતો.
- વારાણસીના તે વખતના રાજા શંખના નમુચિ નામના એક મંત્રી હતા. તેના કોઈ ભયંકર અપરાધને કારણે રાજાએ ક્રોધિત થઈને તેને મોતની સજા કરી હતી. ફાંસી દેવાનું કામ ભૂતદત્તને સોંપાયું હતું. ભૂતદત્ત પોતાના બંને દીકરાઓને અભ્યાસ કરાવવા માટે નમુચિને પોતાના ઘરમાં છુપાવી દીધો. જીવિત રહેવાની આશાથી નમુચિએ બંને ભાઈઓને સારી રીતે ભણાવીને અનેક વિદ્યાઓમાં નિષ્ણાત બનાવ્યા. ચાંડાલ પત્ની નમુચિની સેવા કરતી હતી. નમુચિ તેના ઉપર મોહિત થઈને અનુચિત સંબંધ રાખવા લાગ્યો. ભતદત્તે પોતાની પત્ની સાથે આડો વ્યવહાર કરતાં જોઈને નમુચિને મારી નાંખવાનો નિશ્ચય કર્યો પરંતુ