________________
| અધ્યયન-૧૨ઃ હરિકેશીય
૨૩૫ ]
પરિગ્રહ, સ્ત્રી, માન, માયાના ઉપલક્ષણથી ક્રોધ અને લોભના સ્વરૂપને જાણી, તેને છોડીને વિવેકપૂર્વક સંયમમાં વિચરણ કરે છે. ४२ सुसंवुडो पंचहिं संवरेहिं, इह जीवियं अणवकंखमाणो ।
वोसट्टकाओ सुइचत्तदेहो, महाजयं जयइ जण्णसिटुं ॥४२॥ શબ્દાર્થ - પંહિં પાંચ, સંવહિં સંવર દ્વારા, સુસંધુડો સારી રીતે આશ્રવનો નિરોધ કરનાર,
= અહીં, સંયમી જીવનમાં, ગોવિયં- અસંયમી જીવન, અવલણમાળો = ન ઈચ્છનાર, વોરકુerો- શરીરની પરવાહ ન કરનાર, પરીષહ ઉપસર્ગ સહન કરનાર, સુર નિર્મળ વ્રતવાળા, પવિત્ર હદયી, વત્તવેદો- શરીર સંસ્કારનો ત્યાગ કરનાર, શરીર પર મમત્વ ન રાખનાર, મદનયંત્ર મહાન જય કરનાર, મોક્ષ મેળવનારા, નખસિ૬- શ્રેષ્ઠ યજ્ઞનું, સંયમનું, નવ = અનુષ્ઠાન કરે છે. ભાવાર્થ :- જેઓ પાંચ સંવરોથી પૂર્ણ સંવૃત્ત હોય છે, આ સંયમી જીવનમાં આવીને અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી, કાયા–શરીર પ્રતિ મમત્વ કે આસક્તિનો પરિત્યાગ કરે છે, પવિત્ર હૃદયી છે, જે શરીર સંસ્કારનો ત્યાગ કરનાર છે, તેઓ વાસના પરવિજય પ્રાપ્ત કરાવનાર કે મોક્ષ પ્રાપ્ત કરાવનાર સંયમરૂપ શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. ह के ते जोई, के य ते जोइठाणे, का ते सुया, किं च ते कारिसंगं ।
एहा य ते कयरा, संति भिक्खू, कयरेण होमेण हुणासि जोई ॥४३॥ શબ્દાર્થ:- - કયો છે, ગોફટો - અગ્નિનું સ્થાન, સુથ- કડછી (હોમ કરવાનું સાધન), વ = કઈ છે, રસ- ગોબરનાં છાણાં અગ્નિ પ્રજવલિત કરવા માટેનાં સાધન, પ = સમિધા, કાષ્ઠ, સંતિ = પાપશામક શાંતિપાઠ, ક્યાંક કયો છે, જ્યા-કયા, રોમેક હોમથી અર્થાતુ કઈ વસ્તુની આહુતિ આપીને, સુતિ પ્રસન્ન કરો છો, હોમ કરો છો.
ભાવાર્થ :- (રુદ્રદેવ બોલ્યા) હે ભિક્ષુ! તમારો અગ્નિ કયો છે? તમારી જ્યોતિનું સ્થાન કર્યું છે? તમારી ઘી આદિની આહુતિ હોમવાની કડછી કઈ છે? અગ્નિ પ્રદીપ્ત કરનારાં છાણાં કયાં છે? અગ્નિ પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ કાષ્ઠ કર્યું છે? તમારો શાંતિ પાઠ કયો છે? અને કેવા હવનથી તમે જ્યોતિને આહુતિ દ્વારા તૃપ્ત કરો છો? ४ तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं कारिसंगं ।
कम्मेहा संजमजोग संति, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ શબ્દાર્થ :- તવો તારૂપ, નોટTT= મન, વચન અને કાયાનો શુભ વ્યાપાર, સરારં= શરીર, - અષ્ટ કર્મ, સંગમનોન = સંયમનો વ્યાપાર, સંયમ પ્રવૃત્તિઓ, સંતિ = શાંતિપાઠ છે, સિt = ઋષિઓ દ્વારા, ઋષિઓ માટે, પલ્થ = પ્રશંસા કરેલા, જે પ્રશસ્ત છે. ભાવાર્થ :- (મુનિ બોલ્યા) બાહ્યાભ્યતર ભેદવાળી તપશ્ચર્યા જ્યોતિ છે, જીવાત્મા જ્યોતિનું સ્થાન