________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
૨૨૯
ભાવાર્થ :- આ મહર્ષિ આશીવિષ લબ્ધિવાન છે અથવા આશીવિષ સર્પ જેવા શક્તિસંપન્ન છે. ઘોર તપસ્વી છે, ઘોર વ્રતધારી છે અને ઘોર પરાક્રમી છે અર્થાત્ આ મુનિના આચાર, તપ ઘણાં મહાન છે. જેઓ ભિક્ષા વખતે મુનિને સતાવે છે, તેઓ પતંગિયાના સમૂહની જેમ અગ્નિમાં પડીને ભસ્મ થાય છે. सीसेण एयं सरणं उवेह, समागया सव्वजणेण तु
२८
।
जइ इच्छह जीवियं वा धणं वा, लोगं पि एसो कुविओ डहेज्जा ॥२८॥ શબ્દાર્થ :- નક્ = જો, તુબ્મ - તમે, ગાવિયું - જીવન, થળ વા = ધન, હ = ઈચ્છતા હો તો, सव्वजणेण = બધા સાથે, સમાયા = મળીને, સીસેળ = મસ્તક નમાવીને, પ્રણામ કરતાં, Ë તેમનું, સરળ = શરણ, વેહ = ગ્રહણ કરો, સો = આ મહર્ષિ, ઝુવિઓ = કોપાયમાન થયેલા, તોજ્ વિ – લોકને પણ, ઉલ્લેખ્ખા = બાળી શકે છે.
ભાવાર્થ :- જો તમે તમારા જીવનને કે ધનને સુરક્ષિત રાખવા ઈચ્છતા હો, તો બધા સાથે મળી, માથું નમાવી તેમના શરણે જાઓ કારણ કે આ ઋષિ ગુસ્સે થતાં સમસ્ત વિશ્વને ભસ્મ કરવા જેટલી શક્તિ ધરાવે છે.
२९
अवहेडिय पिट्ठिसउत्तमंगे, पसारियाबाहु अकम्मट्ठे । णिब्भेरियच्छे रुहिरं वमंते, उड्ढमुहे णिग्गयजीह णेत्ते ॥२९॥
=
શબ્દાર્થ :- પિટ્ટિસનત્તમને – જેના સુંદર મસ્તક, પીઠની તરફ નીચે, અવહેલિય = ઝુકાવી દીધાં હતાં, પસાનિયાવાડુ – જેમની ભુજાઓ ફેલાવેલી હતી, અમ્મવેત્રે જે કર્મચેષ્ટાથી શૂન્ય થઈ ગયા હતા, ખિન્થેરિયન્ઝે – જેમની આંખો ફાટી ગઈ હતી, મુદ્દે - જેમણે ઊપર તરફ મોઢું ફેરવ્યું હતું, ખિયનીદ ખેત્તે = જેની જીભ અને આંખો નીકળી ગઈ હતી.
ભાવાર્થ : – મુનિને મારનાર છાત્રોનાં માથાં પીઠ તરફ નમી ગયા, હાથ પહોળા થઈ ગયા, તેઓ ચેષ્ટા રહિત કે બેભાન થઈ ગયા, તેઓની આંખો ઉઘાડી જ રહી ગઈ હતી. તેઓને લોહીની ઊલટી થવા લાગી, તેમના મોઢાં ઉપર થઈ ગયાં, જીભ અને આંખો બહાર આવી ગઈ હતી.
વિવેચન :
--
વેયાવહિય (વૈયાવૃત્ય) • વિશેષરૂપથી પ્રવૃત્તિ, સેવા પ્રવૃત્તિ. અહીં વિરોધીથી રક્ષા કે પ્રત્યેનીક નિવારણના અર્થમાં વૈયાવૃત્ય શબ્દ પ્રયુક્ત છે. તે પણ એક પ્રકારની સેવા છે.
આસીવિસો :- (૧) આશીવિષ લબ્ધિથી સંપન્ન. આ લબ્ધિથી શાપ અને અનુગ્રહ કરવામાં તે સમર્થ થાય છે. (૨) આશીવિષસર્પ જેવી શક્તિના ધારક. જે આશીવિષ સર્પને છંછેડે છે, તે મૃત્યુને બોલાવે છે. એ જ રીતે જે આવા તપસ્વી મુનિને છંછેડે છે, તે મૃત્યુને આમંત્રણ આપે છે.