________________
અધ્યયન–૧૨ઃ હરિકેશીય
થયો હોય તો નીચેની જમીન ઉપર સારી પેદાશ થાય છે. આ આશાએ ખેડૂતો ઊંચી અને નીચી બંને ભૂમિમાં બીજ વાવે છે.
૨૨૫
દ્બાર્સદ્ધાર્:- ખેડૂતની પૂર્વોક્ત આશા જેવી આશા રાખીને મને દાન આપો. આનો અર્થ એ છે કે ભલે તમે પોતાને ઊંચી ભૂમિ સમાન અને મને નીચી ભૂમિ સમાન સમજો, તો પણ મને દાન દેવું ઉચિત છે. એવી શ્રદ્ધા—આશા રાખો અને મને દાન આપો. આમ યક્ષ મુનિના શરીરના માધ્યમથી બોલ્યો. આરાહણ્ પુખ્તમિળ છુ ઘેત્ત :- આ પ્રત્યક્ષ દેખાતું દાન ક્ષેત્ર (હું પણ) પુણ્યરૂપ છે – શુભ છે, અર્થાત્ આ પણ પુણ્યપ્રાપ્તિના હેતુરૂપ ઉત્તમ ક્ષેત્ર છે. આ પણ આરાધના કરવા યોગ્ય છે.
=
सुपेसलाई: – આમ તો સુપેશલનો અર્થ શોભન, સુંદર કે પ્રીતિકર કરવામાં આવ્યો છે પરંતુ પ્રાસંગિક અર્થ ઉત્તમ અથવા પુણ્યરૂપ જ યોગ્ય છે.
નાવિન્નાવિદૂખા:– યક્ષે યાજ્ઞિક બ્રાહ્મણોને કહ્યું – જે બ્રાહ્મણો ક્રોધાદિ દુર્ગુણોથી યુક્ત છે, તે વાસ્તવમાં ક્રિયમાન કર્મના કારણે જાતિ અને વિધાથી ઘણા દૂર છે, જેમ કે બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ, શિલ્પના કારણે શિલ્પી કહેવાય છે, જેનામાં બ્રાહ્મણત્વનું આચરણ ન હોય, તે નામમાત્રના બ્રાહ્મણ છે. જેઓમાં શાસ્ત્રોનું જ્ઞાન હોય, અહિંસાદિ પાંચ પવિત્ર વ્રત હોય અને ક્રોધ, માન આદિ કષાયો ન હોય, તે ખરેખર સાચા વિદ્વાન બ્રાહ્મણ છે, માટે જ કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતિ, સદાચરણ કે ક્રિયા છે.
उच्चावयाई -- (૧) ઉત્તમ, અધમ કે ઊંચ, નીચ કુળ (ર) નાનાં – મોટાં અનેક પ્રકારનાં તપ (૩) શેષ વ્રતોની અપેક્ષાએ મહાવ્રત ઊંચું વ્રત છે, જેનું આચરણ મુનિ કરે છે, તે તમારી જેમ અજિતેન્દ્રિય તેમજ અશીલ નથી, ઉચ્ચવ્રતધારી મુનિરૂપ ક્ષેત્ર જ ઉત્તમ છે.
અન્ન :- અર્ધ - આજે, આ સમયે જે યજ્ઞ આરંભ કર્યો છે, હે આર્યો !
રુદ્રદેવ દ્વારા મુનિને મારવાનો આદેશ :
१८
-
के इत्थ खत्ता उवजोइया वा, अज्झावया वा सह खंडिएहिं । एयं खु दंडेण फलेण हंता, कंठम्मि घेत्तूण खलिज्ज जो णं ॥१८॥ શબ્દાર્થ :- લ્થ = અહીં, જે- કોઈ, લત્તા- ક્ષત્રિય, વા – અથવા, વનોડ્યા – અગ્નિ પાસે રહેનાર, પંહિદ્દેિ સજ્જ = વિધાર્થીઓ સાથે, અજ્ઞાવયા - કોઈ અઘ્યાપક છે, જો ૫ – જો કોઈ હોય તો, થેં - આ સાધુને, વંદેળ - લાકડીથી, ભેળ - કાષ્ટના પાટિયાથી, ëતા = મારીને, ડમ્પિ કંઠ, ગર્દન, ડોક, ગળચી, ઘેઘૂળ = પકડીને, લિન્ગ = બહાર કાઢી મૂકો.
ભાવાર્થ :- (રુદ્રદેવ બ્રાહ્મણ બોલ્યા) અરે કોઈ છે ! ક્ષત્રિય કુમાર, રસોઈયા, વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકો, જે હોય તે અહીં આવો અને આ સાધુને દંડાથી, વૃક્ષના લાકડાં કે પાટિયાથી મારીને તથા ડોક પકડીને જલદી બહાર કાઢી મૂકો.