SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧૧ : બહુશ્રુત પૂજા અત્રાસિત, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ અને ષટ્કાય રક્ષક એવા બહુશ્રુત મુનિ કર્મોનો સર્વથા ક્ષય કરીને ઉત્તમગતિ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઉપસંહાર : ३२ तम्हा सुयमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए । ૨૧૩ जेणऽप्पाणं परं चेव, सिद्धिं संपाउणेज्जासि ॥३२॥ -त्ति बेमि શબ્દાર્થ :- તમ્હા – એટલા માટે, ઉત્તમકુ વેલર્ = મોક્ષાર્થ ગવેષક, મોક્ષનો ઈચ્છુક, સંયમનો આકાંક્ષી, સુર્યં - શ્રુતજ્ઞાનનું, ક્ષિદ્ગિગ્ગા - અધ્યયન કરે, ધારણ કરે, નેળ – જેનાથી, અપ્પાળ પોતાની, ચેવ – અને, પર્ બીજાની, સિદ્ધિ - સિદ્ધ ગતિ, સંપા૰ળેન્ગલિ – પ્રાપ્ત કરનાર, કરાવનાર થઈ જાય. = = ભાવાર્થ :- મોક્ષ પ્રાપ્તિના ઈચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ. જેના અવલંબનથી સ્વ – પર, ઉભય આત્માઓની સાધના સફળ થઈ શકે છે અર્થાત્ બંને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે – એમ ભગવાને કહ્યું છે. ॥ અધ્યયન-૧૧ સંપૂર્ણ ॥ વિવેચન : ઉપસંહાર :- સંયમ સાધનામાં તત્પર મુમુક્ષુ સાધકોએ સાંસારિક પ્રવૃત્તિથી તથા લોકપ્રવાહથી હંમેશાં દૂર રહેવું જોઈએ. સંયમ યોગ્ય પ્રવૃત્તિ પછીના સમયે સ્વાધ્યાય, અધ્યયનમાં સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. આ જ વાતને લક્ષ્ય કરી આ અધ્યયનમાં સાધકોને વિશાળ શ્રુતજ્ઞાનના ધા૨ક બહુશ્રુત બનવાની ઉત્કૃષ્ટતમ પ્રેરણા આપવામાં આવી છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy