________________
[ ૨૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
આવે છે. તે સમય સુધી સૂર્યનું તેજ અર્થાત્ પ્રકાશ અને તાપ ક્રમશઃ વધે છે. ઊગતો સૂર્ય બાલસૂર્ય કહેવાય છે, તે સૌમ્ય હોય છે, માટે બહુશ્રુતને ઉત્થિત સૂર્યની ઉપમા આપવામાં આવી છે.
ઉતરિવારિપ – નક્ષત્રો ૨૮ છે, તે આ પ્રમાણે છે– (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વાભાદ્રપદા (૬) ઉત્તરાભાદ્રપદા (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશિર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વાફાલ્ગની (૧૯) ઉત્તરાફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠ (ર૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. સામાફિયા વોટ્ટારે (સામાજિક કોષ્ઠાગાર) – સામાજિકનો અર્થ છે– સમૂહવૃત્તિ (સહકારીવૃત્તિ) વાળા લોકો, તેના કોઠાગાર અર્થાત્ વિવિધ ધાન્યોના કોઠાર. પ્રાચીનકાળમાં પણ કૃષકો કે વ્યાપારીઓ સામૂહિક અન્નભંડાર કે ગોદામ રાખતા હતા. જેમાં અનેક પ્રકારનાં અનાજનો સંગ્રહ થતો હતો. ચોર, અગ્નિ તેમજ ઉંદર આદિથી સુરક્ષા કરવા માટે ચોકીદારોને નિયુક્ત કરી તેની પૂર્ણતઃ સુરક્ષા કરવામાં આવતી. સંકૂ નામ સુવંસ, મદિવસ વેવસ-જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના વ્યંતરજાતિના દેવ છે. સુદર્શન નામનું જંબૂવૃક્ષ તે દેવનું નિવાસસ્થાન છે, તેને વૃક્ષોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સી નીરવંતપવહ – મેરુપર્વતની ઉત્તરમાં નીલવાન પર્વત છે. આ પર્વત ઉપરથી સીતા નદી પ્રવાહિત થાય છે. જે નદીઓમાં સર્વ શ્રેષ્ઠ નદી છે. તે સમુદ્ર જેવડી વિશાળ છે. સુમ સંવ જિન્સ, નોદિ પતિ :- મંદર નામનો મેરુ પર્વત સ્થિર અને સૌથી ઊંચો પર્વત છે. અહીંથી દિશાઓનો પ્રારંભ થાય છે. તે પર્વત અનેક પ્રકારની ઔષધિઓથી પ્રકાશિત કહ્યો છે. ત્યાં અમુક ઔષધિ એવી છે જે પ્રકાશ આપે છે. બહુશ્રુતતાનું સર્વોચ્ચ ફળ :३१ समुद्द-गंभीरसमा दुरासया, अचक्किया केणइ दुप्पहंसया ।
सुयस्स पुण्णा विउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया ॥३१॥ શબ્દાર્થ :- સમુદ્-ગરમ = સમુદ્રની સમાન ગંભીર, અધ્યાત્મ તત્ત્વમાં ઊંડા ઊતરેલા, કુરાસ - અજેય, જેનો અંત કોઈ ન લઈ શકે, જે કોઈ પણ તેને, દુ લા : અભિભૂત કરવામાં, પરાભૂત કરવામાં, અવવિયા= સમર્થ ન થાય,વિડનÍ= વિપુલ, સુયર્સ= શ્રુતજ્ઞાનથી, પુણા - પૂર્ણ, તાફળો- છ કાયના રક્ષક, ખં- આ ગુણોથી સંપન્ન બહુશ્રુત જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોનો, વિદુ- ક્ષય કરીને, ૩ - ઉત્તમ, પ્રધાન, સા - ગતિ (મોક્ષ)ને, યા પ્રાપ્ત થયા છે અને થાય છે.
ભાવાર્થ :- સાગર સમાન ગંભીર, અજેય, પરીષહાદિથી અવિચલિત અથવા પરવાદીઓ દ્વારા