________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
પણ ભિક્ષુમાં સુશોભિત હોય છે, છતાં પણ બહુશ્રુતની અંદર રહેલા આ ગુણો વિશેષ પ્રકારે શોભાયમાન બને છે. કારણ કે બહુશ્રુતમાં રહેલા આ ગુણો મલિનતા, વિકૃતિ કે હાનિને પ્રાપ્ત થતા નથી. યોગ્ય ભિક્ષુરૂપી પાત્રમાં જ્ઞાન દેનાર બહુશ્રુતને ધર્મ થાય છે, તેની કીર્તિ વધે છે, અને તેના શ્રુતજ્ઞાનનો વિસ્તાર થાય છે. આફળો થપ્ઃ- આકીર્ણ – શીલ, રૂપ, બલ આદિ ગુણોથી યુક્ત જાતિવાન અશ્વ પથ્થરના ટુકડાથી ભરેલા કુપ્પાના પડવાના અવાજથી ભયભીત બનતો નથી, ધણણ જેવા અવાજથી ડરતો નથી, પર્વતના વિષમ માર્ગથી કે વિકટ યુદ્ધભૂમિમાં જવાથી અથવા શસ્ત્રપ્રહારથી અચકાતો નથી, એવો શ્રેષ્ઠ જાતિનો અશ્વ થક કહેવાય છે.
૨૧૧
૩મો નંદ્રિયોજ્ઞેળ :- યોદ્ધાની આગળ અને પાછળ એક સાથે વાગતાં બાર પ્રકારનાં વાજિંત્રોના ધ્વનિ અથવા મંગલ પાઠકોના આશીર્વચનનો ધ્વનિ નંદીઘોષ કહેવાય છે બહુશ્રુત પણ ચોતરફ સ્વાધ્યાય કરી રહેલા શિષ્યોના સ્વાધ્યાયરૂપી નંદીઘોષથી યુક્ત હોય છે.
ઠુંગરે સદ્ગિહાયને :- ૬૦ વર્ષનો હાથી. ૬૦ વર્ષના આયુષ્ય સુધી હાથીનું બલ પ્રતિવર્ષ ઉત્તરોત્તર વધતું જાય છે, ત્યારબાદ ઓછું થવા લાગે છે, તેથી અહીં હાથીની પૂર્ણ બલવત્તાને દર્શાવવા માટે ષષ્ઠિવર્ષનો ઉલ્લેખ કર્યો છે.
નાવલષે (જાતસ્કંધ) :– જે વૃષભની કાંધ અત્યંત પુષ્ટ બની ગઈ હોય, તે જાતસ્કંધ કહેવાય છે. કાંધ પરિપુષ્ટ કહેવાથી તેના દરેક અંગોપાંગોની પુષ્ટતા ઉપલક્ષિત થાય છે.
વારતે :- (૧) જેના રાજ્યમાં એક દિશાના અંતમાં હિમવાન પર્વત અને શેષ ત્રણ દિશાનાં અંતમાં સમુદ્ર હોય, તેને ચાતુરંત કહે છે, અથવા (૨) હાથી, ઘોડા, રથ અને પાયદળ ચારે ય સેનાઓ દ્વારા શત્રુનો અંત કરનાર ચાતુરંત છે.
પક્ષ યળાદિવ :- ચક્રવર્તી ચૌદ રત્નોના સ્વામી હોય છે. તે ચૌદ રત્નો આ પ્રમાણે છે (૧) સેનાપતિ (ર) ગાથાપતિ (૩) પુરોહિત (૪) ગજ (૫) અશ્વ (૬) વાર્ધકીરત્ન–સુથાર (૭) સ્ત્રીરત્ન (૮) ચક્ર (૯) છત્ર (૧૦) ચર્મ (૧૧) મણિ (૧૨) કિંકણી (૧૩) ખડ્ગ (૧૪) દંડ.
સહસ્તવન્તે (સહસાક્ષ) :- (૧) ઇન્દ્રના પાંચસો મંત્રીદેવો હોય છે. ઇન્દ્ર મંત્રીઓની દૃષ્ટિથી પોતાની નીતિ નિર્ધારિત કરે છે. તેથી તેને તે સહસ્રાક્ષ કહેવાય છે. (૨) હજાર આંખોથી જોવામાં આવે, તેને ઈન્દ્ર પોતાની બે આંખોથી જોઈ લે છે, તેથી તે સહસ્રાક્ષ છે, આ આલંકારિક અર્થ છે, જેમ ચતુષ્કર્ણ શબ્દ અધિક સાવધાન રહેવાના અર્થમાં પ્રયુક્ત થાય છે, તેમ સહાસ્રાક્ષ શબ્દ દીર્ઘદૃષ્ટિતા અર્થમાં પ્રયુક્ત થાય છે.
पुरंदरे :- પુરાણમાં આ સંબંધમાં એક કથા છે કે ઈન્દ્રે શત્રુઓનાં પુર – રહેઠાણનો વિનાશ કર્યો હતો, તેથી તેનું નામ 'પુરંદર' પડયું. ઋગ્વેદમાં દસ્યુઓ અથવા દાસોનાં પુરોને નષ્ટ કરવાને કારણે ઈન્દ્રનું પુરંદર નામ પ્રસિદ્ધ થવાનો ઉલ્લેખ છે.
उत्तिट्टंते (उच्चिते) दिवायरे ઃ– ઉત્થિત થતો સૂર્ય. મધ્યાહ્ન સુધીના સૂર્યને ઉત્થિત થતો માનવામાં