________________
[ ૨૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- નીલવંત પવહી - નીલવાન પર્વતમાંથી નીકળનારી, સામાન - સમુદ્રમાં જઈ મળનારી, સ = તે, રીયા = સીતા નામે, સતિના = પાણીના પ્રવાહથી પરિપૂર્ણ નદી, ખ = બીજી નદીઓમાં, પવ૨ - પ્રધાન, શ્રેષ્ઠ.
ભાવાર્થ :- જેમ નીલવંત વર્ષધર પર્વતથી નીકળનારી અને પાણીના પ્રવાહથી પરિપૂર્ણ તેમજ સમુદ્રગામિની સીતા નદી બીજી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમ તીર્થંકરના શ્રીમુખે નીકળેલા નિર્મળ શ્રુતજ્ઞાનરૂપ જળથી પૂર્ણ, મોક્ષગામી બહુશ્રુત શ્રમણ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. २९ जहा से णगाण पवरे, सुमहं मंदरे गिरी ।
णाणोसहि-पज्जलिए, एवं हवइ बहुस्सुए ॥२९॥ શબ્દાર્થ :- મકર સુમેરુ,t - પર્વત, પIણ - અન્ય પર્વતોમાં, રે - શ્રેષ્ઠ છે, સુખઅતિશય મહાન, ઘણો ઊંચો છે, જાણોદ-પાણિ અનેક પ્રકારની ઔષધિઓ અને જડીબુટ્ટીઓથી પ્રજ્વલિત રહે છે.
૨૦
ભાવાર્થ :- જેમ અનેક પ્રકારની ઔષધિઓથી પ્રદીપ્ત, અતિમહાન, મંદર- મેરુ પર્વત, સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છે, તેવી જ રીતે શ્રત અને લબ્ધિઓથી સંપન્ન બહુશ્રુત શ્રમણ, સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે.
जहा से सयंभूरमणे, उदही अक्खओदए ।
णाणा रयण पडिपुण्णे, एवं हवइ बहुस्सुए ॥३०॥ શબ્દાર્થ :- સયંમૂરમો - સ્વયંભૂરમણ, ૩૯હી સમુદ્ર, અgોવા - અક્ષય પાણીવાળો અને, થઇ પડવુ. અનેક પ્રકારના રત્નોથી પરિપૂર્ણ છે, મન અક્ષયજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. ભાવાર્થ :- જેમ અક્ષય જલનિધિવાળો સ્વયંભૂરમણ સમુદ્ર અનેક પ્રકારના રત્નોથી ભરપૂર હોય છે, તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યજ્ઞાનરૂપી જલનિધિથી અને અનેક ગુણરત્નોથી પરિપૂર્ણ હોય છે. વિવેચન :બહુશ્રુતની વિવિધ ઉપમાઓ – કુદમો નિ વિથ - શંખમાં રહેલું દૂધ બંને પ્રકારે શોભાયમાન હોય છે– નિજણથી અને શંખ સંબંધી ગુણોથી. દુધ સ્વયં સ્વચ્છ હોય છે જ્યારે તેને શંખ જેવા નિર્મળ સફેદ પાત્રમાં રાખવામાં આવે,
ત્યારે વધારે સ્વચ્છ લાગે છે, અધિકતમ શોભાયમાન બને છે. વિદુસુe fબહૂ થનાવિત્તિ તe સુર્ય - (૧) ધર્મકીર્તિ અને શ્રુત સ્વયં જ નિર્મળ હોવાથી કોઈ