________________
અધ્યયન–૧૧ : બહુશ્રુત પૂજા
હોય, તે અમાયી છે.
અવહસ્તે :- (૧) જે ઈન્દ્રિયોના વિષયોમાં અતિ ઇચ્છા ન રાખે. (૨) જે સાધક નાટક, તમાશા, ચમત્કારિક વિદ્યાઓ અર્થાત્ ઇન્દ્રજાલ, જાદુ આદિ ખેલ, તમાશા જોવામાં અનુત્સુક હોય.
અનં ૨ અધિવિવજ્ઞ :– અલ્પ શબ્દના બે અર્થ કરવામાં આવે છે. (૧) થોડું અને (૨) અભાવ. પ્રથમ અર્થ અનુસાર કોઈ અયોગ્ય તથા અનુત્સાહી વ્યક્તિને ધર્મમાં પ્રેરિત કરતી વખતે તેનો થોડો તિરસ્કાર કરે છે (૨) બીજા અર્થ અનુસાર જે કોઈનો પણ તિરસ્કાર કરતો નથી.
૨૦૫
રહે જ્ઞાળ ભાસફ :– સુવિનીત સાધક, મિત્રનો કોઈ અપરાધ થાય, તો ગુસ્સે ન થાય અને અમિત્ર કે અપકારીના પણ પૂર્વકૃત કોઈ એકાદ સત્કાર્યનું સ્મરણ રાખી તેનાં પણ પરોક્ષમાં ગુણગાન કરે છે પરંતુ તેના પર ક્રોધ કરતો નથી.
અભિનાર્ (અભિજાતિક) :– કુલીન, ગુણવાન, સુંદર સ્વભાવી, સંસ્કારી,
हिरिमं :- લજ્જા. તે સુવિનીતનો એક વિશિષ્ટ ગુણ છે. તેની આંખોમાં શરમ હોય છે. લજ્જાવાન સાધકને કદાચિત્ કલુષિત અધ્યવસાય કે પરિણામ આવી જાય, તો પણ અનુચિત વચન બોલવામાં અને અનુચિત પ્રવૃત્તિ કરવામાં તે લજ્જિત થાય છે.
ડિસંતીને :- જે પોતાના હાથ, પગ આદિ અંગોપાંગની કે મન અને ઇન્દ્રિયોની વ્યર્થ ચેષ્ટા છોડી, તેને સ્થિર કરી, પોતાના આત્મામાં સંલીન રહે છે અને જે સાધક ગુરુ પાસે કે અન્યત્ર પણ નિષ્પ્રયોજન ફરે નહીં, અનાવશ્યક પ્રવૃત્તિમાં મનાદિ યોગોનું પ્રવર્તન ન કરે, તે પ્રતિસંલીન કહેવાય છે.
બહુશ્રુત થવાની ભૂમિકા
१४
:
वसे गुरुकुले णिच्चं, जोगवं उवहाणवं । पियंकरेपियंवाई, से सिक्खं लद्धमरिहइ ॥ १४ ॥
શબ્દાર્થ :- પિજ્યું = હંમેશાં, ગુરુજુત્તે = ગુરુ પાસે, ગુરુની આજ્ઞામાં, વસે = રહે છે, નોવ સમાધિવાળા, પ્રશસ્ત મન, વચન, કાયાના યોગથી યુક્ત, વળવું = તપનું આચરણ કરનાર, પિયરે = પ્રિય કરનાર, અને, પિયવાડું - પ્રિય ભાષણ કરનાર છે (પ્રિય ભાષી), તે = તે વિનીત શિષ્ય, સિવું - શિક્ષા, જું – પ્રાપ્ત કરવાને, અહિરૂ – યોગ્ય હોય છે.
=
કે
ભાવાર્થ :- જે સદા ગુરુકુલમાં રહે છે અર્થાત્ ગુરુના સાંનિધ્યમાં રહીને પોતાનું શાસ્ત્ર અધ્યયન પૂર્ણ કરે છે અથવા ગુરુ આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. જે પ્રશસ્ત મન, વચન, કાયાના યોગથી યુક્ત કે સંયમ ધર્માનુષ્ઠાનોથી યુક્ત છે, શાસ્ત્ર અધ્યયનથી સંબંધિત તપમાં કે અન્ય વિશિષ્ટ તપમાં નિરત રહે છે, પ્રિય કરનાર અને પ્રિયભાષી હોય છે, આવો ગુણસંપન્ન વિનીત શિષ્ય ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા પ્રાપ્તિ માટે યોગ્ય હોય છે. આવા ગુણોથી યુક્ત સાધક બહુશ્રુત થઈ શકે છે.