SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૪] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ પાવર હેવી - કોઈ મુનિવરની ભૂલ થઈ જાય, અલના જાય, તો દોષદર્શી બનીને તેના દોષો અન્ય સમસ્ત પ્રગટ કરે, તેના ઉપર આક્ષેપ કરે, તેને બદનામ કરે, તે પાપપરિક્ષેપી કહેવાય છે. રહે બાર વાવ - કોઈની સામે પ્રિય અને મધુર બોલે, પરંતુ પાછળથી તેની નિંદા કરે કે આ આમ કરે છે, આ દોષનું સેવન કરે છે વગેરે. પફપugવાડું:- પ્રકીર્ણવાદી(૧) ઉડતી અસંબદ્ધ વાતો કરનાર, વસ્તુ તત્ત્વનો વિચાર કર્યા વગર જે મનમાં આવે, તે બોલી નાખનાર પ્રકીર્ણવાદી છે. (૨) જે પાત્ર – આપાત્રની પરીક્ષા કર્યા વિના ગમે તેની પાસે પ્રાપ્ત થયેલા શ્રતનું રહસ્ય પ્રગટ કરે છે. (૩) જે એકાંત રૂપે આગ્રહશીલ બની બોલી નાખે કે આ આમ જ છે, આ આમ છે જ નહિ, આમ હોતું જ નથી. આવા એકાંતભાષીને પ્રતિજ્ઞાવાદી કહેવાય છે. આમ સાધકે અસંબદ્ધભાષી અને એકાંતભાષી ન થતાં પૂર્વાપરનો વિચાર કરી વિવેકપૂર્ણ વચન બોલવા જોઈએ. આગ્રહપૂર્ણ વાતો કરી વિષયોને વિષમ બનાવવા ન જોઈએ કારણ કે સમજણપૂર્વક, આગ્રહ રહિત વાત કરવાથી જ સ્વપરની આત્મસમાધિ જળવાઈ રહે છે. તુરિ (દ્રોહી) - બેવફા વિશ્વાસઘાતી, વિરોધી, કજિયાખોર, ઉપકાર પ્રત્યે અપકાર કરનાર. જિયતે :- અપ્રીતિકર – જે જોવા છતાં કે બોલાવવા છતાં અથવા કોઈ પણ પ્રવૃતિ કરતાં સર્વત્ર સર્વને અપ્રીતિ જ ઉત્પન્ન કરે છે. આવી પ્રકૃતિવાળાને અપ્રીતિકર કહે છે. જીવાવર ( ત્તિ) :- (૧) નમ્ર બની વ્યવહાર, વર્તન કરનાર (૨) શધ્યા આદિમાં ગુરુથી નીચે રહેનાર, નમ્રવૃત્તિવાળા છે. જેમ કે 'णीयं सेज्जं गई ठणं, णीयं च आसणाणि य । નાં ૨ પાયે વળા, જયં ના ય નહિં !' દશવૈકાલિકસૂત્ર અર્થાત્ વિનીત શિષ્ય ગુરુથી પોતાની શય્યા સદા નીચી રાખે છે, ચાલતાં સમયે તેની પાછળ ચાલે છે, ગુરુના સ્થાન અને આસનથી તેનાં સ્થાન અને આસન નીચાં રાખે છે. તે નમ્ર થઈને ગુરુ ચરણોમાં વંદન કરે છે અને નમ્ર બની હાથ જોડે છે અર્થાત્ હાથ જોડીને જ કોઈ પણ વાત કરે, પૂછે કે ઉત્તર આપે છે. આ પ્રકારે ઉત્કૃષ્ટ વિનયભાવથી રહે. અવવને :- (૧) પ્રારંભ કરેલા કાર્યમાં સ્થિર રહેનાર. (૨) ચાર પ્રકારની ચપળતાથી રહિત. (૧) ગતિ ચપળ – ઉતાવળે ચાલે, તે ગતિચપળ છે. (૨) સ્થાનચપળ – જે બેઠાં બેઠાં જ હાથપગનું હલનચલન કરતો રહે છે, તે સ્થાનચપળ છે. (૩) ભાષાચપળ – જે બોલવામાં ચપળ હોય છે, તે ભાષાચપળ છે. ભાષાચપળ પણ ચાર પ્રકારના હોય છે – (૧) અસત્કલાપી, (૨) અસભ્યપ્રલાપી, (૩) અસમીક્ષ્યપ્રલાપી (૪) અદેશ કાલપ્રલાપી. ભાવચપળ – પ્રારંભ કરેલાં સૂત્ર કે અર્થને પૂર્ણ કર્યા વિના જ અન્ય સૂત્ર, અર્થનું અધ્યયન પ્રારંભ કરે છે. પ્રારંભેલું કાર્ય પૂર્ણ કરવામાં દઢ નિષ્ઠાવાન ન હોય, તે ભાવચપળ છે. અમાઃ - સદા સર્વત્ર સરલતાયુક્ત વ્યવહાર કરનાર, કપટ પ્રપંચ ન કરનાર તેમજ પવિત્ર ભાવ રાખનાર
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy