________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
* સાંભળીને, રાળ – રાગ, વોલ – દ્વેષનો, િિવયા – નાશ કરીને, સિદ્િ - સિદ્ધિ ગતિને, ગણ્ – પ્રાપ્ત
થયા
૧૯૬
ભાવાર્થ :- મોક્ષદાયક ભાવોથી સુશોભિત તેમજ સારી રીતે કહેલી સર્વજ્ઞ ભગવાન મહાવીરની વાણી સાંભળીને તેનો સ્વીકાર કરીને અને રાગદ્વેષનો પૂર્ણક્ષય કરીને શ્રી ગૌતમસ્વામીએ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
अनुपओवसोहियं :- મોક્ષની પ્રાપ્તિ કરાવનારાં તત્ત્વોના ઉપદેશથી સુશોભિત અથવા ભરપૂર. આ વિશેષણ ભગવાન મહાવીરની વાણીનું છે.
સુફિય :– સુંદર રીતે વર્ણવેલું ભગવાનની વાણીનું આ બીજું વિશેષણ છે.
ઉપસંહાર ઃ– સંપૂર્ણ અધ્યયનમાં શ્રી ગૌતમ સ્વામીના નામથી દરેક સાધકને મોક્ષમાર્ગમાં પ્રગતિ કરાવવા વૈરાગ્ય સભર ઉપદેશ આપ્યો છે અને અંતિમ ગાથામાં તે ઉપદેશનું ફળ દર્શાવ્યું છે. ગણધર ગૌતમ સ્વામી તો ભગવાનના ઉપદેશ અનુસાર જીવન જીવી મુક્ત થઈ ગયા છે પરંતુ મોક્ષાર્થી અન્ય સાધકોએ પણ તે દિશામાં સફળ પ્રયત્ન કરવો જોઈએ.
આપણો ગોયમ (ગૌતમ) આપણું મન છે. બધી શિક્ષાઓથી આ મનને શિક્ષિત કરવાનું છે. મનુષ્ય જીવનની એક પળ અમૂલ્ય રત્ન સમાન છે. ધર્મમાં સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ, તો આ જીવનયાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સંયમ અને મોક્ષસાધનો મળવાનાં નથી. મળેલા કિંમતી સાધનોનો સપયોગ કરી લેવો જોઈએ અર્થાત આ જ શરીરથી મોક્ષ મેળવી લેવો જોઈએ.
~ ॥ અધ્યયન-૧૦ સંપૂર્ણ |