________________
અધ્યયન—૧૧ : બહુશ્રુત પૂજા
૧૯૭
અગિયારમું અધ્યયન KOROORRORROR
પરિચય :
આ અધ્યયનનું નામ 'બહુશ્રુતપૂજા' છે. તેને 'બહુશ્રુત મહિમા' પણ કહી શકાય છે કારણ કે આ અધ્યયનમાં 'બહુશ્રુત'ની ભાવપૂજા અર્થાત્ મહિમાનું પ્રતિપાદન છે.
પ્રસ્તુત અધ્યયનમાં પરાકાષ્ઠાની અપેક્ષાએ બહુશ્રુતનો અર્થ 'ચતુર્દશ પૂર્વધર' તથા 'સર્વાક્ષર સન્નિપાતી નિપુણ સાધક', એ પ્રમાણે કર્યો છે અને જઘન્ય, મધ્યમ, બહુશ્રુતનો પણ અપેક્ષાથી તેમાં સમાવેશ થઈ જાય છે. આમ આ અધ્યયનમાં સમસ્ત બહુશ્રુત શ્રમણોનાં ગુણગાન, બહુમાન પ્રદર્શિત
કર્યા છે.
બહુશ્રુત, કોવિદ, ગુરુવૃદ્ધ, બહુ આગમજ્ઞ, વિશારદ વગેરે પર્યાયવાચી શબ્દો છે. ભિન્ન ભિન્ન આગમોમાં તેનો પ્રયોગ જોવા મળે છે, યથાઃ– ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમા અધ્યયનમાં 'કોવિદ' બત્રીસમા અધ્યયનમાં 'ગુરુ વૃદ્ધ', છેદ સૂત્રોમાં 'બહુ આગમજ્ઞ', ઉત્તરાધ્યયનસૂત્રના સત્યાવીશમાં અધ્યયન 'વિશારદ' અને સૂત્રકૃતાંગ સૂત્રના બીજા અધ્યયનમાં બહુશ્રુત શબ્દપ્રયોગ છે.
=
બહુશ્રુતના ત્રણ પ્રકાર નિશીથચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય આદિમાં પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. (૧) જઘન્ય બહુશ્રુત :– અનેક શાસ્ત્રોના અધ્યેતા અને આચારાંગસૂત્ર તથા નિશીથસૂત્ર, આ બે . સૂત્ર અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનાર (૨) મધ્યમ બહુશ્રુત :– પૂર્વોક્ત બે સૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર સહિત ત્રણ છેદ સૂત્રને કંઠસ્થ ધારણ કરનાર (૩) ઉત્કૃષ્ટ બહુશ્રુત :– નવમા, દશમા પૂર્વ સુધીના શ્રુતજ્ઞાનના ધારક અને દશ પૂર્વજ્ઞાનથી આગળ ૧૪ પૂર્વ સુધીના દરેક જ્ઞાની ઉત્કૃષ્ટ બહુશ્રુત હોય છે. આ ત્રણેય જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ બહુશ્રુત ગીતાર્થ કહેવાય છે. – (બૃહદ્કલ્પ ભાષ્ય)
પ્રસ્તુત અધ્યયનમાં બહુશ્રુત । અને અબહુશ્રુતનું અંતર દર્શાવવા માટે સર્વપ્રથમ અબહુશ્રુતનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે બહુશ્રુત બનનારની યોગ્યતા, પ્રકૃતિ, અનાસક્તિ, અલોલુપતા તેમજ વિનીતતા પ્રાપ્ત કરવાના વિષયમાં ગંભીર ચેતવણી દેનાર છે. તત્થાત્ ત્રીજી અને ચોથી ગાથામાં જ્ઞાન અને શિક્ષાઓની પ્રાપ્તિ માટે યોગ્યતા અને અયોગ્યતાનું સ્વરૂપ ક્રમશઃ પાંચ અને આઠ કારણોમાં દર્શાવ્યું છે. છઠ્ઠીથી તેરમી ગાથા સુધી અબહુશ્રુત અને બહુશ્રુત થવામાં મૂળ કારણભૂત અવિનીત અને સુવિનીતનાં લક્ષણ દર્શાવ્યા છે.