________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
૧૯૫ |
જોડવાની ઈચ્છા ન કરો. (૪) આ સમયે તમને જે ન્યાયપૂર્ણ મોક્ષ માર્ગ મળ્યો છે, તેના ઉપર દઢ રહો. (૫) કાંટાળા પથને છોડી શુદ્ધ રાજમાર્ગે આવી ગયા છો તો હવે દઢ નિશ્ચયપૂર્વક એ જ માર્ગ ઉપર ચાલો. (૬) દુર્બળ ભારવાહકની જેમ ન થાઓ પરંતુ ધીર વીર દઢ મનોબલી થઈને સંયમ પાલન કરો. (૭) મહાસમુદ્રના કિનારે આવીને કેમ ઊભા રહી ગયા છો? આગળ વધો, શીધ્ર પાર કરો. (૮) એક દિવસ અવશ્ય તમે સિદ્ધિલોકને પ્રાપ્ત કરશો એવો વિશ્વાસ રાખીને ચાલો. (૯) પ્રબુદ્ધ ઉપશાંત અને સયત બની ગામ, નગર આદિમાં વિચરણ કરો, મોક્ષમાર્ગની વૃદ્ધિ કરો, ધર્મની પ્રભાવના કરો. નચ્છિક લિMિળો :- આત્મામાંથી સ્નેહના–રાગના બંધનો દુર કરો. રાગ જ દ્વેષને જન્મ આપે છે, તે વીતરાગતામાં બાધક છે. ગૌતમસ્વામી દરેક પદાર્થ ઉપરના સ્નેહથી મુક્ત હતા. વિષયભોગોથી પણ વિરક્ત હતા. તે તો અપ્રમત્ત ઉત્કૃષ્ટ સંયમ સાધક હતા, માટે દરેક સાધકને લક્ષ્યમાં રાખીને જ આ ઉપદેશ ગૌતમના નામે આપવામાં આવ્યો છે. જ અન્ન રીફ, વહુમા રસ માલિપ - આજે (આ પંચમકાળમાં) જિન ભગવાન દેખાતા નથી પરંતુ તેના દ્વારા બતાવેલો અને અનેક મહાપુરુષો દ્વારા સંમત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ, મોક્ષમાર્ગ તો દેખાય છે. બીજી વ્યાખ્યા ભાવાર્થમાં આપી છે. અને ગ૬ બાવાદ - આ સંબંધમાં એક દષ્ટાંત છે– એક વ્યક્તિ ધન કમાવા માટે પરદેશ ગયો. ત્યાંથી સોનું વગેરે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરી તે પોતાના ગામ તરફ આવતો હતો. વજન ઘણું હતું અને તે પોતે ઘણો દુર્બળ હતો. જ્યાં સુધી સરળ માર્ગ હતો ત્યાં સુધી તે બરાબર ચાલ્યો પરંતુ વિષમમાર્ગ આવ્યો, ત્યાં તે ગભરાઈ ગયો. ત્યાં જ ધનની ગાંસડી છોડીને તે ખાલી હાથે ઘરે આવ્યો. હવે તે બધું ગુમાવવાને કારણે નિર્ધન થઈ ગયો અને પસ્તાવા લાગ્યો. આમ જે સાધક અલ્પ સત્ત્વના કારણે સંયમધનને ગુમાવે છે. તેને પાછળથી પસ્તાવું પડે છે માટે નિરંતર જ્ઞાન અને ચિંતન વડે આત્મશક્તિનો વિકાસ કરતાં રહેવું જોઈએ કારણ કે સબળને બધા જ સંયોગ સહાયક હોય છે અને નિર્બળને તે જ સંયોગ પાડી નાંખે છે, જેમ કે હવા અગ્નિ ને જલાવે છે અને દીપકને ઓલવી નાખે છે.
નેવર :- શરીર મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવનારી ગુણશ્રેણીને અકલેવર શ્રેણી કહેવામાં આવી છે. તે વિચારશ્રેણીને શાસ્ત્ર ક્ષપક શ્રેણી કહે છે. ગૌતમની સિદ્ધિ :३७ बुद्धस्स णिसम्म भासियं, सुकहिय-मट्ठपओवसोहियं । रागं दोसं च छिदिया, सिद्धिगई गए गोयमे ॥३७॥
-ત્તિ વેનિ શબ્દાર્થ :- તુસ - સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામી દ્વારા, સુફિયં સુંદર રીતે વિસ્તારપૂર્વક કહેવાયેલું, અજમોવલોહિયં અર્થપ્રધાનપદોથી ઉપશોભિત, માલિયું ભાષણ, વાણીને,fણસન્મ