________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
| ૧૯૭ |
શબ્દાર્થ :- અન્ન આજ વર્તમાન સમયમાં, નિ જિનેશ્વર દેવ, દુ - ચોક્કસ જ, ન હૌસફ - દેખાતા નથી, માસિર - તેમણે બતાવેલો મોક્ષમાર્ગ, માર્ગદર્શક શ્રમણ, વૈદુમા - અનેક મતવાળા બહુજન માન્ય મોક્ષમાર્ગ, રીત - દેખાય છે, સંપ - આ સમયે, વર્તમાનમાં, વાડણ - ન્યાયયુક્ત, નિશ્ચિત જ મોક્ષ પ્રાપ્ત કરાવનાર આ, પરે - મુક્તિ માર્ગમાં
ભાવાર્થ :- આજે અર્થાતુ આ ક્ષેત્ર, કાળમાં તીર્થંકર વિદ્યમાન નથી અને જે માર્ગદર્શક શ્રમણ છે તે પણ અનેક મતવાળા દેખાય છે. પાંચમા આરામાં લોકો આવો અનુભવ કરશે પરંતુ તારા માટે તો વર્તમાનમાં ન્યાયપૂર્ણ નિર્વિકલ્પ મોક્ષ પ્રાપ્ત કરાવનાર માર્ગ ઉપલબ્ધ છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३२ अवसोहिय कंटगापहं, ओइण्णो सि पहं महालयं ।
गच्छसि मग्गं विसोहिया, समयं गोयम मा पमायए ॥३२॥ શબ્દાર્થ :- વટાપદં, કાંટાથી ઘેરાયલા કંટકવાળા માર્ગને, અવહિા - છોડીને, મહાન - મહાપુરુષો દ્વારા સેવિત વિશાળ, પડ્યું - મુક્તિના રાજમાર્ગમાં, સોફvો સિ - પ્રવેશ કર્યો છે, વિનોદિયા = પૂર્ણ શ્રદ્ધા રાખીને, મ = આ મુક્તિ માર્ગમાં, છસિ = આગળ વધો.
ભાવાર્થ :- હે ગૌતમ! (હે સાધક) કાંટાવાળા માર્ગનું શોધન કરીને અર્થાત્ સંસારથી દૂર થઈને તું મહાપુરુષો દ્વારા સેવિત કે મહાધોરી માર્ગરૂ૫ જિનમાર્ગમાં આવી ગયો છે માટે દઢ શ્રદ્ધાથી એ માર્ગ પર આવતી બાધાઓને દૂર કરીને ચાલ. આમ કરવામાં, હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३३ अबले जह भारवाहए, मा मग्गे विसमेऽवगाहिया ।
पच्छा पच्छाणुतावए, समय गोयम मा पमायए ॥३३॥ શબ્દાર્થ :- જદ જે રીતે, મારવાદ - ભાર ઊપાડનાર ભારવાહક, અબજો -નિર્બળ પુરુષ, વિસને - વિષમ, મને રસ્તામાં, વાહિયાં પહોંચતા ધૈર્ય ગુમાવી દે છે અને મૂલ્યવાન ભાર
ત્યાં છોડી દે છે, પછી = પછી, પછાપુતાવણ પસ્તાવો કરે છે. ભાવાર્થ :- દુર્બળ ભારવાહક ચાલતાં ચાલતાં કયારેક વિષમ માર્ગ આવી જતાં ધૈર્ય ગુમાવીને મૂલ્યવાન ભાર ત્યાં છોડી દે, તો તેને ઘેર આવ્યા પછી દરિદ્રતાને કારણે દુઃખી થવું પડે, પસ્તાવું પડે, તેથી હે ગૌતમ! (હે સાધક!) તમે પણ કયારે ય પ્રમાદવશ સ્વીકૃત સંયમને અધીરા થઈ છોડશો નહીં. અન્યથા ભારવાહકની જેમ પછી પસ્તાવું પડશે, તેથી તે સાધક! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्टसि तीरमागओ । अभितुर पारं गमित्तए, समयं गोयम मा पमायए ॥३४॥
३४