________________
[ ૧૯૨ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સંયમી જીવનની હિતશિક્ષા :२८ वुच्छिंद सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेह वज्जिए, समयं गोयम मा पमायए ॥२८॥ શબ્દાર્થ :- સારડ્યું - શરદઋતુમાં થનાર, મુર્ય - ચંદ્ર વિકાસી કમળ, પાળિય વ - જેમ પાણીથી જુદું રહે છે, સિદંએ રીતે સ્નેહને, અપ્યો- પોતાના આત્માથી, છહટાવી દો, તે - અને, સમ્બલિદ વક્તા - બધા પ્રકારના મોહથી રહિત બનો.
ભાવાર્થ :- જેમ શરદઋતુમાં ચંદ્રવિકાસી કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી નિરાળું રહે છે, તેમ પોતાના સ્નેહને દૂર કરે અને બધા પ્રકારની સ્નેહ આસક્તિથી રહિત થઈ, હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २९ चिच्चाणं धणं च भारियं, पव्वइओ हि सि अणगारियं ।
मा वंत पुणो वि आविए, समयं गोयम मा पमायए ॥२९॥ શબ્દાર્થ – હિ - ચોક્કસ જ, થઈ - ધન, મારિયં-પત્ની વગેરેનો, જિન્નાઈ - ત્યાગ કરીને, અગરિયે - સાધુત્વની, પથ્થો સિ - તે દીક્ષા ધારણ કરી છે તેથી, વંત - વમન કરેલા વિષયોને તું, પુળો વિ = ફરી, મા આવિ = ભોગવીશ નહીં, સેવન કરીશ નહીં.
ભાવાર્થ :- હે સાધક! ધન અને સ્ત્રી વગેરેનો ત્યાગ કરીને, તે અણગાર ધર્મ સ્વીકાર્યો છે. દીક્ષિત થયો છે. હવે તે વમન કરેલા કામભોગ અને સાંસારિક પદાર્થોનું ફરીથી સેવન ન કર. આ રીતે હે ગૌતમ ! અણગાર ધર્મના સમ્યક અનુષ્ઠાનમાં સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३० अवउज्झिय मित्तबंधवं, विउलं चेव धणोहसंचयं ।
मा तं बिइयं गवेसए, समयं गोयम मा पमायए ॥३०॥ શબ્દાર્થ - મિત્તવંશવ - મિત્ર અને બંધુઓને, ચેવ -તથા, વિડd - વિપુલ, ધોરાં - એકત્રિત ધનને, અવન્સિય = છોડીને, વિર્ય = બીજી વખત, ફરીથી, તે = તેની, મા વસા = યાચના ન કર, ચાહના ન કર. ભાવાર્થ :- મિત્રજનો, બંધુઓ અને વિપુલ ધનસંપતિના ભંડારને સ્વેચ્છાથી છોડીને તે સાધક! હવે સ્વીકારેલા શ્રમણધર્મના પાલનમાં બીજીવાર તે બધાની ગવેષણા અર્થાતુ આસક્તિપૂર્ણ સંબંધની ઈચ્છા ન કર, ચાહના ન કર. આમ સાવધાન રહેવામાં હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ३१ ण हु जिणे अज्ज दीसइ, बहुमए दीसइ मग्गदेसिए ।
संपइ णेयाउए पहे, समय गोयम मा पमायए ॥३१॥