________________
| અધ્યયન-૧૦ઃ દ્રુમપત્રક
[ ૧૯૧ ]
ધ્રાણેન્દ્રિય રસેન્દ્રિય તેમજ સ્પર્શેન્દ્રિયની ક્ષીણતાનું પ્રતિપાદન કર્યું છે. શ્રોતેન્દ્રિયબળ ક્ષીણ થવાથી મનુષ્ય ધર્મશ્રવણ કરી શકતો નથી અને ધર્મશ્રવણ વિના હિતાહિતનું જ્ઞાન થઈ શકતું નથી તથા જ્ઞાન વિનાનું ધર્માચરણ અંધકારમય બની જાય છે અર્થાત્ ધર્માચરણ થઈ શકતું નથી.
ચક્ષુરિન્દિયબળ ક્ષીણ થવાથી જીવદયા, પ્રતિલેખના, સ્વાધ્યાય, ગુરુદર્શન વગેરે ધર્માચરણ થઈ શકતાં નથી. નાકમાં ગંધ ગ્રહણ કરવાની શક્તિ હોવાથી સુગંધ કે દુર્ગધના માધ્યમે રસ ચલિત પદાર્થોની પરીક્ષા થઈ શકે છે, પરંતુ તેના અભાવમાં તે પણ શક્ય નથી. જ્યારે જિહાબળ કે વચનબળ ક્ષીણ થવાથી સ્વાધ્યાય, વાચના, ઉપદેશ વગેરે કાંઈ જ કરી શકાતું નથી.
સ્પર્શેન્દ્રિયબળ પ્રબળ હોય તો જ શીત, ઉષ્ણ વગેરે પરીસહો ઉપર વિજય મેળવી શકાય છે, તપ, સંયમ વગેરે ઉત્તમ આચરણ થઈ શકે છે. અન્યથા આવા આચરણથી સાધક વંચિત રહી જાય છે. આ જ રીતે જ્યાં સુધી સર્વબળ અર્થાત્ મન, વચન, કાયા તથા બધાં જ અંગોપાંગોમાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિ વિદ્યમાન છે, ત્યાં સુધી સાધક ધ્યાન, અનુપ્રેક્ષા, આત્મચિંતન, સ્વાધ્યાય, વાચના, ઉપદેશ, ભિક્ષાચરી, પ્રતિલેખન, તપ, સંયમ, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરે આચરણ સારી રીતે કરી શકે છે. રોગોથી શરીરનો વિવંસ - २७ अरई गंडं विसूइया, आयंका विविहा फुसति ते ।
विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम मा पमायए ॥२७॥ શબ્દાર્થ - અર -અળાઈ, ફોડલી, ૯-ગુમડું, ફોડલા, વિસૂડ્યા - કોલેરા, વિલિ અનેક પ્રકારના, આયંગ = તત્કાળ મૃત્યુ કરનાર રોગ, તે = તને, સુસતિ લાગી રહ્યા છે, તે રોગો, તે = તારા, સરી - શરીરને, વિદડ - બળહીન કરી રહ્યા છે અને,
વિનાશ કરી દેશે.
ભાવાર્થ :- અળાઈઓ, ગૂમડાં, વિસૂચિકા તથા વિવિધ પ્રકારના અન્ય શીઘઘાતક રોગ આતંક તમારા શરીરમાં પેદા થઈ રહ્યાં છે, જે તારા શરીરને બળહીન કરી રહ્યા છે, નાશ કરી રહ્યા છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
સર - અળાઈ– ગરમીમાં પરસેવાને કારણે થનારી નાની ફોડલીઓ. જે વધારે પ્રમાણમાં થવાથી શરીર અરતિકારક કે અસુંદર દેખાય છે. આ અર્થ નિશીથ સૂત્રની વ્યાખ્યામાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનની વ્યાખ્યામાં માનસિક ઉદ્વેગ અર્થ કર્યો છે, જે અહીં શારીરિક રોગોના પ્રસંગમાં ઉપયુક્ત નથી. ગાયં વિવિ પતિ તે – વિવિધ પ્રકારના શીઘઘાતી રોગ આતંક. જો કે શ્રી ગૌતમસ્વામીને શરીરમાં કોઈ રોગ, પીડા, વ્યાધિ હતાં નહીં, તેની ઈન્દ્રિયો પણ સશક્ત હતી. તો પણ ભગવાને સર્વ સાધકોને અનુલક્ષી અપ્રમાદનો ઉપદેશ ગૌતમના નામે આપ્યો છે