________________
[ ૧૯૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २३] परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से घाणबले य हायइ, समयं गोयम मा पमायए ॥२३॥ શબ્દાર્થ - પાપળને નાકની સુંઘવાની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, ઘાણબળ- સુંઘવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २४ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से जिब्भबले य हायइ, समय गोयम मा पमायए ॥२४॥ શબ્દાર્થ :- નિભવાને - જીભની સ્વાદ લેવાની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, જિહાબળ અર્થાતુ સ્વાદ લેવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २५ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से फास बले य हायइ, समय गोयम मा पमायए ॥२५॥ શબ્દાર્થ :- પાવજો - શરીરની સ્પર્શ શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, તમારી સ્પર્શેન્દ્રિયની સ્પર્શ કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से सव्वबले य हायइ, समयं गोयम मा पमायए ॥२६॥ શબ્દાર્થ :- સબવજો - સમસ્ત અવયવોની અથવા મન, વચન, કાયાની બધી શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ–નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, તથા તમારું શરીરનું સર્વબળ અને તમામ શક્તિઓ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
પ્રસ્તુત છ ગાથાઓમાં વૃદ્ધાવસ્થાને કારણે શરીરની જીર્ણતાની સાથે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,