________________
| અધ્યયન-૧૦: ધ્રુમપત્રક
| ૧૮૯ |
આરિચત્ત (આર્યત્વ) - (૧) મગધ વગેરે આર્ય દેશોમાં કે આર્યકુળમાં ઉત્પત્તિરૂપ આર્યત્વ (૨) જે હેય આચાર વિચારથી દૂર હોય, તે આર્ય છે. (૩) જે ગુણવાન હોય કે ગુણવાનો દ્વારા સ્વીકારવામાં આવેલા હોય તે આર્ય છે. (૪) આર્યના અન્ય નવ ભેદ છે. ૧. ક્ષેત્રઆર્ય ૨. જાતિઆર્ય ૩. કુળઆર્ય ૪. કર્મઆર્ય પ. શિલ્પઆર્ય ૬. ભાષાઆર્ય ૭. ચારિત્રઆર્ય ૮. દર્શનઆર્ય અને ૯. જ્ઞાનઆર્ય; તેના અનેક ઉપભેદ છે. અહીં ક્ષેત્રાર્ય વિરક્ષિત છે. જે દેશમાં ધર્મ, અધર્મ, ભઠ્ય, અભક્ષ્ય, ગમ્ય, અગમ્ય, જીવ, અજીવ વગેરે વિષયનો વિવેક હોય છે, તે આર્યદેશ છે.
સ્થિ વિ :- જે મતમતાંતરોમાં કોઈ પણ તત્ત્વનું એકાંત પ્રરૂપણ હોય, કોઈ પણ રીતે પાપને કે હિંસાને સ્વીકારી હોય અથવા સત્યતત્ત્વોનો અસ્વીકાર હોય તે કુતીર્થ કહેવાય છે અર્થાત્ જેના આશ્રયથી સંસાર તરી જવાનો ભ્રમ હોય, વાસ્તવમાં તરી શકાય નહીં, એવા મતમતાંતરીય લોકોની સંગતિ કરનારને શુદ્ધ ધર્મ શ્રવણનો પણ અવસર મળતો નથી. મિચ્છા ળિસેવા - અતત્ત્વમાં તત્ત્વરુચિ મિથ્યાત્વ છે. જીવ અનાદિકાળથી ભવભ્રમણનો અભ્યાસી હોવાથી તથા ભારેકર્મી હોવાથી પ્રાયમિથ્થામાં જ પ્રવૃત્ત રહે છે અર્થાત્ પુનર્જન્મ, પરલોક, કર્મફળ, કર્મક્ષય કરવાના ઉપાયો, મોક્ષમાર્ગ વગેરે સત્યતત્ત્વોમાં વિપરીત પ્રકારે સમજ અને શ્રદ્ધા રાખનારા ઘણા લોકો હોય છે. આવા લોકોને ધર્મ શ્રવણ પ્રાપ્ત થઈ જાય, તો પણ તેઓને પોતાના પૂર્વના સંસ્કારોને કારણે શુદ્ધ ધર્મની સાચી શ્રદ્ધા થતી જ નથી. ઈન્દ્રિયબલની ઉત્તરોત્તર ક્ષીણતા :२१ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
से सोयबले य हायइ, समय गोयम मा पमायए ॥२१॥ શબ્દાર્થ :- તારું, તમારું શરીરવં શરીર, નૂરફ જીર્ણ થઈ રહ્યું છે, તે તારા, વલા - કેશ, પંકુર - સફેદ, વંતિ - થઈ રહ્યા છે, તો બન્ને - શ્રવણેન્દ્રિયની કે કાનની શક્તિ, સાંભળવાની શક્તિ, શ્રેય - ક્ષીણ થતી જાય છે.
ભાવાર્થ :- હે ગૌતમ! વય વધવાથી તમારું શરીર પ્રતિક્ષણ નિર્બળ થતું જાય છે. વૃદ્ધાવસ્થાના કારણે માથાના કેશ સફેદ થઈ રહ્યાં છે, કાનની શક્તિ ક્ષીણ થતી જાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २२ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
__ से चक्खुबले य हायइ, समयं गोयम मा पमायए ॥२२॥ શબ્દાર્થ :- વFણુવત્તે - આંખોની શક્તિ.
ભાવાર્થ :- તમારું શરીર જીર્ણ-નિર્બળ થતું જાય છે, કેશ સફેદ થઈ રહ્યાં છે, આંખની શક્તિ ક્ષીણ