________________
૧૮૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
१९ लभ्रूण वि उत्तमं सुई, सद्दहणा पुणरावि दुल्लहा ।
मिच्छत्त णिसेवए जणे, समयं गोयम मा पमायए ॥१९॥ શબ્દાર્થ :- ૩ત્તમં શ્રેષ્ઠ, સુ-ધર્મનું શ્રવણ, સ T - તેના પર શ્રદ્ધા, રુચિ થવી, ગુલ્લાહ - દુર્લભ છે, મિચ્છર ગિસેવા - અસત્યનું સેવન કરનાર, મિથ્યાત્વનું સેવન કરનાર, ખોટી માન્યતાઓને માનનાર.
ભાવાર્થ :- ઉત્તમ ધર્મ (સત્સંગ) સાંભળવાનો યોગ થાય, તો પણ યથાર્થ શ્રદ્ધા ઉત્પન્ન થવી અત્યંત દુર્લભ છે, કારણ કે ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા કે ખોટી માન્યતાઓને સ્વીકારનારા હોય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. २० धम्म पि हु सद्दहतया, दुल्लहया काएण फासया ।
इह कामगुणेहिं मुच्छिया, समयं गोयम मा पमायए ॥२०॥ શબ્દાર્થ :- ધ - ધર્મ પર, સાંતા - શ્રદ્ધા રાખવા છતાં, શાણા - શરીર અને મન, વચનથી, સયા = આચરણ કરનાર, હૃ= ચોક્કસ જ, કુદય = દુર્લભ છે, રૂદ અહીં શબ્દાદિ, મુછિયા = મૂચ્છિત છે.
ભાવાર્થ :- ધર્મ પર શ્રદ્ધા થયા પછી પણ સાચા ધર્મનો કાયાથી સ્પર્શ કરવો અર્થાત્ તે પ્રમાણે આચરણ કરવું ઘણું જ કઠિન છે કારણ કે ઘણા ધર્મશ્રદ્ધાળુ લોકો પણ સંસારના કામભોગોમાં કે ઈન્દ્રિય વિષયોમાં ફસાયેલા કે આસકત થયેલા દેખાય છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ.
વિવેચન :
મનુષ્યજન્મની પ્રાપ્તિ પછી પણ પાંચ બોલ ઉત્તરોત્તર દુર્લભ કહ્યા છે, (૧) આર્યત્વ, (૨) પાંચે ય ઈન્દ્રિયોની પૂર્ણતા, (૩) ઉત્તમ ધર્મશ્રવણનો સંયોગ, (૪) સાંભળેલાં ધર્મતત્ત્વો પ્રત્યે શ્રદ્ધા, (૫) તે પ્રમાણે ધર્મનું આચરણ. ઉપરોક્ત દરેક દુર્લભ તત્ત્વોનો સંયોગ મળ્યા પછી પુણ્યવાન જીવોએ કયારે ય પણ પ્રમાદ કરવો હિતાવહ નથી.
સુયા ( વડ) - દસ્ય શબ્દ ચોર, આંતકવાદી, લૂંટારા, ડાકુ વગેરે અર્થોમાં પ્રસિદ્ધ છે. દેશની સીમા પર રહેનાર ચોર પણ દસ્યુ કહેવાય છે. fમનgયા-( ૭૯) :- પર્વત વગેરે ગુપ્ત સ્થાનોમાં રહેનાર તેમજ જેની ભાષાને આર્ય લોકો બરાબર સમજી ન શકે, તે મ્લેચ્છ છે. શક, યવન, શબર, પુલિંદ, નાહલ, નેસ્ટ, કરટ, ભટ, માલ, ભિલ્લ, કિરાત વગેરે પ્લેચ્છ કહેવાય છે. આ લોકો ધર્મ-અધર્મ, ગમ્ય–અગમ્ય, ભક્ષ્ય-અભક્ષ્ય વગેરે દરેક આર્ય વ્યવહારોથી રહિત, અસંસ્કારી હોય છે.