________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
१४ देवे णेरइए य अइगओ, उक्कोसं जीवो उ संवसे ।
इक्केक्क भवग्गहणे, समय गोयम मा पमायए ॥१४॥ શબ્દાર્થ :- ફરજ બવાને એક જ ભવ સુધી. ભાવાર્થ :- દેવ અને નરક યોનિમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટપણે એક એક ભવ અર્થાત્ સંખ્યાત કે અસંખ્યાત વર્ષવાળા એક ભવ સુધી ત્યાં રહે છે, તેથી હે ગૌતમ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. १५ एवं भव संसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं ।
जीवो पमाय बहुलो, समयं गोयम मा पमायए ॥१५॥ શબ્દાર્થ :- પનીર વહુન્નો - ઘણાં પ્રમાદવાળા, પ્રમાદબહુલ જીવ, સુહાસુfઉં - પોતાનાં શુભાશુભ, ૯- કર્મો અનુસાર, નવસારે - નરકતિર્યંચ વગેરે ભવરૂપ સંસારમાં, સર - ભ્રમણ કરે છે. ભાવાર્થ :- આમ આ સંસારમાં અનેક પ્રકારના પ્રમાદોથી વ્યાપ્ત જીવ શુભાશુભ કર્મોને કારણે જન્મ મરણરૂપ ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. વિવેચન :
મનુષ્ય જન્મની દુર્લભતાનાં ૧૨ કારણો :- પ્રસ્તુત ગાથાઓ દ્વારા મનુષ્ય જન્મની દુર્લભતાનાં ૧૨ કારણો પ્રદર્શિત કર્યા છે. (૧) મનુષ્યભવના વિઘાતક કર્મોનો ક્ષય કર્યા વિના ચિરકાળ સુધી મનુષ્યજીવન મળવું દુર્લભ છે. (૨ થી ૫) પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના જીવોમાં તે જ પર્યાયમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી વારંવાર જન્મ મરણ થાય છે. (૬) વનસ્પતિકાયના જીવોમાં અનંતકાળ સુધી વારંવાર જન્મ મરણ થાય છે. (૭,૮,૯) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં ઉત્કૃષ્ટતઃ સંખ્યાતકાળ સુધી રહે છે. (૧૦) પંચેન્દ્રિય અવસ્થામાં ૭-૮ ભવો સુધી નિરંતર જન્મ મરણ થાય (૧૧-૧૨) દેવગતિ અને નરકગતિના જીવો એક એક જ ભવ કરે પરંતુ તેમાં પણ અસંખ્ય વર્ષો સુધી રહે છે. આમ પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોનાં કારણે ચિરકાળ સુધી ભવભ્રમણ કરે છે. આ બાર બોલમાં પહેલા બોલ સિવાય શેષ ૧૧ કારણોને અગિયાર ઘાટીઓ પણ કહેવામાં આવે છે. જે અગિયાર ઘાટીઓ પાર કર્યા પછી મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે. ભવસ્થિતિ અને કાયસ્થિતિ :- જીવનું અમુક સમય સુધી એક ભવમાં જીવવું, તે ભવસ્થિતિ છે અને મૃત્યુ પછી તે જ જીવનિકાયમાં વારંવાર ઉત્પન્ન થવું, તે કાયસ્થિતિ છે. દેવ અને નારકી મૃત્યુ થયા પછી ફરી દેવ અને નારકીમાં જન્મ ધારણ કરતા નથી. અતઃ તેની ભવસ્થિતિ જ હોય છે, કાયસ્થિતિ નહીં. તિર્યંચ અને મનુષ્ય મરીને પછીના જન્મમાં પાછા તિર્યંચ અને મનુષ્ય રૂપમાં જન્મ લઈ શકે છે, તેથી તેની કાયસ્થિતિ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો એક સાથે અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ