SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧૦ : ૬મપત્રક ભાવાર્થ :- વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ, અનંતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. १० बेइंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥१०॥ શબ્દાર્થ :- વેવિયાય = બેઈન્દ્રિય કાયમાં, અજ્ઞાઓ = ઉત્પન્ન થયેલો જીવ, સંધિન્ન સંખ્યાત, સળિય = સંજ્ઞાવાળા. तेइंदियकाय - मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्ज सण्णियं, समयं गोयम मा पमायए ॥११॥ ૧૮૫ ભાવાર્થ :- બે ઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. ११ શબ્દાર્થ :- તેવિયાય - તેઈન્દ્રિય કાયમાં. चउरिंदियकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसण्णियं, समयं गोयम मा पमाय ॥ १२ ॥ – ભાવાર્થ :- તેઈન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. १२ पंचिदियकाय मइगओ, उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठ भवग्गहणे, समयं गोयम मा पमायए ॥१३॥ શબ્દાર્થ :- રવિયાય = ચૌરેન્દ્રિય કાયમાં. ભાવાર્થ :- ચૌરેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મમરણ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. १३ શબ્દાર્થ :- ચિલિયાય = મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં, સત્તદુ મવહળે = સાત અથવા આઠ ભવ લગાતાર થઈ શકે છે (આઠમો ભવ યુગલિયાનો કરે, તો તેને ન ગણતાં સાત ભવ સંખ્યાત વર્ષના આયુષ્ય । સહિતના જ કરે છે. સંક્ષેપમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના લગાતાર આઠ ભવ થઈ શકે છે.) ભાવાર્થ - · પંચેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ સાત કે આઠ ભવ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરવો નહિ.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy