________________
૧૭૮
વારંવાર વંદન કર્યા.
६०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
तो वंदिऊण पाए, चक्कंकुस लक्खणे मुणिवरस्स । आगासेणुप्पइओ, ललिय चवल कुंडल तिरीडी ॥६०॥
શબ્દાર્થ :- તો - ત્યાર બાદ, તળિય ધવલ કુંડલ તિરીડી - સુંદર ચપળ કુંડળ તથા મુકુટ ધારણ કરનાર ઈન્દ્ર, મુખિવર# = મુનિવર નમિરાજર્ષિના, ચન્ટુલ તત્વને = ચક્ર અને અંકુશ ચિહ્નવાળા, પણ્ = ચરણોમાં, વૈવિળ = વંદન કરી, આળલ્લેખ = આકાશ માર્ગે દેવલોકમાં, હપ્પો
ઊડી ગયા.
:
ભાવાર્થ :- ત્યાર બાદ ચક્ર તથા અંકુશ ઇત્યાદિ લક્ષણોથી અંકિત થયેલા નમિ મુનિશ્વરનાં ચરણોમાં વંદન કરીને રમ્ય, ચંચળ કુંડળ તથા મુકુટધારી ઈન્દ્ર મહારાજ આકાશમાર્ગે ચાલ્યા ગયા અર્થાત્ પોતાના દેવલોકમાં ગયા.
વિવેચન
:
ઈન્દ્ર દ્વારા નમિરાજર્ષિના કષાયવિજયની પ્રશંસામય સ્તુતિ (૧) ઈન્દ્રે નમિરાજર્ષિને ઉદ્ઘત શાસકોને પહેલા જીતી, પછી દીક્ષા લેવાનું કહ્યું, ત્યારે રાજર્ષિનું ચિત્ત જરા પણ ક્ષુબ્ધ કે વ્યાકુળ ન થયું. તેથી ઈન્દ્રને ખ્યાલ આવી ગયો કે તેઓએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો છે. (૨) ઈન્દ્રે કહ્યું કે આપનું અંતઃપુર તથા રાજમહેલ બળી રહ્યા છે. શું મારા જીવતાં મારું અંતઃપુર અને રાજમહેલ વગેરે બળી જાશે ? શું હું તેની રક્ષા ન કરી શકું ? આ પ્રકારનો રાજર્ષિના મનમાં જરા પણ અહંકાર ઉત્પન્ન ન થયો. તેનાથી ઈન્દ્રને માનવિજયની પ્રતીતિ થઈ ગઈ. (૩) ઈન્દ્રે જ્યારે રાજર્ષિને ચોર લૂંટારા વગેરે ઉપદ્રવોનો નિગ્રહ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ નિષ્કપટ બની સરળતાપૂર્વક સ્થિતિ પ્રસ્તુત કરી. આથી ઈન્દ્રને તે માયાવિજેતા પ્રતીત થયા. (૪) જ્યારે ઈન્દ્રે એમ કહ્યું કે સોનું, ચાંદી વગેરે વૃદ્ધિ કરી આકાંક્ષાઓને તૃપ્ત– શાંત કરી પછી દીક્ષા લો, ત્યારે તેણે કહ્યું કે આકાંક્ષાઓ અનંત, અસીમ છે. તેની તૃપ્તિ કયારે ય થઈ શકતી નથીં. હું તપ સંયમનાં આચરણથી નિરાકાંક્ષ થઈને મારી ઈચ્છાઓને શાંત કરવા જઈ રહ્યો છું. આમ ઈન્દ્રને લોભ વિજયની સ્પષ્ટ પ્રતીતિ થઈ.
ચારે ય ગુણોની ઉત્કૃષ્ટરૂપમાં અવસ્થિતિની પ્રશંસા :– માયા કષાયના અભાવમાં સરળતા, માન કષાયના અભાવમાં મૃદુતા, ક્રોધ કષાયના અભાવમાં ક્ષમા અને લોભ કષાયના અભાવમાં તેને નિર્લોભતા ની પ્રાપ્તિ થઈ. આ ચારે ય ગુણોને રાજર્ષિમાં ઉત્કૃષ્ટ રૂપે જોઈને ઈન્દ્રે અહોભાવપૂર્વક અભિવંદન કર્યા અને ખૂબ જ આશ્ચર્ય પ્રગટ કર્યું કે રાજવંશમાં ઉત્પન્ન થવા છતાં આપે કષાયોને જીતી લીધા છે. આ રીતે દેવેન્દ્ર નમિરાજર્ષિની સાધુતાની પ્રશંસા કરતાં આલોક અને પરલોકમાં ઉત્તમ બની સર્વોત્તમ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત કરવાની ભવિષ્યવાણી કરીને આશીર્વચન કહ્યાં. અંતે પૂર્ણ શ્રદ્ધા સાથે તેમના ચરણોમાં વારંવાર વંદના કરી. તિરીડી (ીિટી) :– સામાન્ય રીતે કિરીટ અને મુકુટ બંને પર્યાયવાચી શબ્દ માનવામાં આવે છે.