________________
| અધ્યયન-૯ઃ નમિપ્રવજ્યા
|
| ૧૭૭ |
અને કહેવા લાગ્યા – पद अहो ते णिज्जिओ कोहो, अहो माणो पराजिओ।
अहो ते निरक्किया माया, अहो लोहो वसीकओ ॥५६॥ શબ્દાર્થ :- અહો-અરે! આશ્ચર્ય છે કે, તે આપે, તમે, જિ -જીતી લીધો છે, પરનો - પરાજિત કર્યા છે, પવિયા - દૂર કરી છે, નિષ્ક્રિય બનાવી છે, વજો - વશ કર્યા છે.
ભાવાર્થ :- અહો! આશ્ચર્ય છે, આનંદ છે કે આપે ક્રોધને જીત્યો છે. અહો! આપે માનનો પરાજય કર્યો. અહો! આપે માયાને નિષ્ક્રિય બનાવી છે. અહો ! આપે લોભને સંપૂર્ણ વશ કરી લીધો છે.
अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं ।
अहो ते उत्तमा खती, अहो ते मुत्ति उत्तमा ॥५७॥ શબ્દાર્થ :- - સરળતા, સરળ સ્વભાવ, સાદુ - શ્રેષ્ઠ છે, પર્વ - માર્દવતા, કોમળતા, નમ્રતા, નિરભિમાનપણું, હતી - ક્ષમા, કુત્તિ નિર્લોભીપણું, કરમા - ઉત્તમ છે. ભાવાર્થ :- અહો ! ઉત્તમ છે આપની સરળતા, અહો! ઉત્તમ છે આપની કોમળતા, નમ્રતા, અહો! અનુપમ છે આપની સહનશીલતા, ક્ષમા. અહો! ઉત્તમ છે આપની નિર્લોભતા! ५८ इहं सि उत्तमो भंते, पेच्चा होहिसि उत्तमो ।
लोगुत्तमुत्तम ठाण, सिद्धिं गच्छसि णीरओ ॥५८॥ શબ્દાર્થ :- મતે હે ભગવન્!, -આ લોકમાં, સિ - છો અને જેન્ના -પરલોકમાં, રોહિતિ - થશો, ળરો - કર્મરાજ રહિત થઈને, તોજીત્તમુત્તi - લોકમાં ઉત્તમોત્તમ, સર્વોત્તમ, સિદ્ધિ - સિદ્ધિ, હાઈ - સ્થાનમાં, સિ - જશો.
ભાવાર્થ :- હે ભગવાન! આપ આ લોકમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો; કર્મરજથી રહિત થઈને આપ સર્વોત્તમ એવા સિદ્ધિના કે મુક્તિના સ્થાનને પ્રાપ્ત કરશો. ५९ एवं अभित्थुणंतो, रायरिसिं उत्तमाए सद्धाए ।
पयाहिणं करेंतो, पुणो पुणो वंदइ सक्को ॥५९॥ શબ્દાર્થ - પર્વ આ રીતે, સt - ઈન્દ્ર, ૩ત્તમ - ઉત્તમ, સાણ-શ્રદ્ધા અને ભક્તિપૂર્વક,
મલ્લુળતો સ્તુતિ કરતાં, પાળિ પ્રદક્ષિણા, તો- કરતાં, પુળો પુળો - વારંવાર, વંદ - તેને વંદના નમસ્કાર કરવા લાગ્યા. ભાવાર્થ :- આ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ અને પ્રદક્ષિણા કરતાં દેવેન્દ્ર શકે