________________
[ ૧૭૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
વિવેચન :દસમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવનાથી અનુમાન થાય છે કે આપ ભવિષ્યમાં ઉત્પન્ન દિવ્ય ભોગોની કે દિવ્ય સુખોને મેળવવાની આકાંક્ષા રાખો છો. આમ ભવિષ્યની આકાંક્ષાથી વર્તમાનમાં મળેલાં સુખોનો ત્યાગ કરવાનું તમારે માટે યોગ્ય નથી કારણ કે એ આકાંક્ષાની પૂર્તિ ન થતાં તમારે પશ્ચાત્તાપ કે સંકલ્પ વિકલ્પો કરવા પડશે અને દુઃખી થવું પડશે, તમે ભવિષ્યનાં સુખો માટે પ્રાપ્ત થયેલા સુખોનો ત્યાગ ન કરો. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું- મોક્ષાભિલાષી માટે વિદ્યમાન કે અવિદ્યમાન બંને પ્રકારના કામભોગો કાંટા, વિષ અને આશીવિષ (વિષધર) સર્પ જેવા છે. રાગદ્વેષનાં મૂળ છે, કષાયવર્ધક હોવાથી આ બંને પ્રકારના કામભોગોની અભિલાષા સાવધરૂપ છે માટે મોક્ષાભિલાષીને પ્રાપ્ત કે અપ્રાપ્ત બંને કામભોગોની અભિલાષા, સર્વથા ત્યાજ્ય છે. તે કોઈ પણ પૌગલિક સુખની કે સાંસારિક સુખની ચાહના કરતા નથી, માત્ર આત્માને સંસારથી મુક્ત કરવાની જ એક ભાવના મોક્ષાભિલાષી સંયમી સાધકને ગ્રહણકર્તાને હોય છે. હું પણ મોક્ષાભિલાષી છું, મોક્ષને માટે જ અર્થાત્ કર્મથી મુક્ત થવાને માટે જ સંયમ ગ્રહણ કરી રહ્યો છું, હું વિદ્યમાન કે અવિદ્યમાન કામભોગોની અભિલાષા કરતો નથી, તેથી સંકલ્પ વિકલ્પોનાં દુઃખોથી હું સદાય દૂર રહું છું. આવા ત્યાગ માર્ગમાં મારે કયારેય પશ્ચાત્તાપ કરવો પડશે નહીં. અમુલ મો:-તેના ત્રણ રૂપ થાય છે – (૧) અમૂર્ત - આશ્ચર્યરૂપ ભોગોને (૨) ડુદ્યતન મોનોનું- પ્રત્યક્ષ વિદ્યમાન ભોગોને (૩) અચુક મોન- વિપુલ ધન, વૈભવ, યૌવન, પ્રભુત્વ વગેરે અભ્યદય (ઉન્નતિકારક) હોવા છતાં. અહીં દ્વિતીય અર્થ પ્રાસંગિક છે. સંજળ વિલિ – પ્રાપ્ત સુખોનો ત્યાગ કર્યા પછી અપ્રાપ્ય સુખની ઉપલબ્ધિ ન થાય તો તમારે પશ્ચાત્તાપ કરવો પડે, સંકલ્પ વિકલ્પ કરવા પડે; તેવી સ્થિતિમાં તમે દુઃખી થઈ જશો માટે પ્રાપ્ત સુખોને છોડવાં ઠીક નથી. દેવેન્દ્ર દ્વારા ગુણકીર્તન :पर अवउज्झिऊण माहणरूवं, विउव्विऊण इंदत्तं ।
वंदइ अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गुहि ॥५५॥ શબ્દાર્થ :- મળવું = બ્રાહ્મણનું રૂપ, અવળ ત્યાગ કરીને, છોડીને,
વિશ્વના - વિક્રિયા દ્વારા, હૃત્ત - ઈન્દ્રનું રૂપ બનાવીને, નહિં - આ આગળ કહેવામાં આવેલા, મદુરાહિં - મધુર, વI - વચનોથી, પત્થાતો - નમિરાજર્ષિની સ્તુતિ કરતો, વવ - વંદના નમસ્કાર કરવા લાગ્યો. ભાવાર્થ :- દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણરૂપ છોડીને વૈક્રિયશક્તિથી પોતાનું અસલ ઇન્દ્રરૂપ ધારણ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતાં હાથ જોડીને વંદન કરતાં નમિરાજર્ષિ સમક્ષ ઊભા રહ્યા.