________________
| અધ્યયન-૯: નમિપ્રવજ્યા,
૧૬૭ |
३० असई तु मणुस्सेहिं, मिच्छादंडो पउंजइ ।
अकारिणोऽत्थ बज्झंति, मुच्चइ कारओ जणो ॥३०॥ શબ્દાર્થ :- અલ્પ આ લોકમાં, ખુર્દ - મનુષ્યોથી, અસ૬ - અનેકવાર, મિચ્છાવંડો - ખોટી સજા, કારણ વિના મળતી સજા, પડા - દેવાય જાય છે, નવોરિડો - અપરાધ ન કરનાર નિર્દોષ વ્યક્તિને, જતિ : બાંધે છે, તુ - અને, વારો અપરાધ કરનાર, નો - પુરુષને, મુશ્વરૃ = છોડી દેવામાં આવે છે. ભાવાર્થ :- આ જગતમાં લોકો સાથે અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરવામાં આવે છે અર્થાત્ નિરપરાધી જીવો પર અજ્ઞાન કે અહંકારવશ દંડ પ્રયોગ થાય છે. નિર્દોષ પકડાઈ જાય છે અને ગુનો કરનાર છૂટી જાય છે. વિવેચન :પાંચમા પ્રશ્નોત્તરનો સાર :- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – ચોર, ડાકુ વગેરે આતંકકારી લોકોથી પહેલાં નગરની રક્ષા કરવી જોઈએ. નગરને સુરક્ષિત બનાવીને પછી તમારે દીક્ષા લેવી જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું- હે વિપ્ર! તમારું આ કથન એકાંતઃ ઉપાદેય નથી; કારણ કે ઘણીવાર સાચા અપરાધી જાણી શકાતા નથી, એટલે તે ગુનેગાર હોવા છતાં બચી જાય છે, અને નિરપરાધીને ગુનેગાર સાબિત કરવામાં આવે છે, માટે આધ્યાત્મિક પુરુષોએ વિષય કષાયરૂપી આંતરિક ચોર વગેરેનો જ નિગ્રહ કરવો જોઈએ. સામો – લૂંટારા, રસ્તામાં લૂટી લેનારા, સર્વસ્વનું હરણ કરનારા. તોમરે :- (૧) જે પ્રાણીઓનાં રોમેરોમનો નાશ કરી દે છે અર્થાતુ અત્યંત નિર્દયતાથી, બીજાના પ્રાણ હરીને જે સર્વસ્વ લુંટી લે છે (૨) લોમ અર્થાત્ પ્રાણોનો ઘાત કરનાર. બપિ :- ગ્રંથિભેદક દ્રવ્યથી ગાંઠને કાતર વગેરે દ્વારા કુશળતાથી કાપનાર, અથવા સુવર્ણયોગિક કે નકલી સોનું બનાવી યુક્તિથી ઠગનારા અથવા આવી બીજી કોઈ યુક્તિ દ્વારા લોકોને દંડ દેનારા. બિછાવો પતંગ – અજ્ઞાન, અહંકાર, સ્વાર્થ અને લોભાદિ કારણોથી મનુષ્ય મિથ્યાદંડનો પ્રયોગ કરે છે અર્થાત્ તે નિરપરાધીને દેશનિકાલ તથા શારીરિક યાતના વગેરે દંડ આપે છે. (૬) રાજાઓને જીતવાની પ્રેરણા :३१ एयमढे णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३१॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું