________________
[ ૧s |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિવેચન :ચોથા પ્રશ્નોત્તરનો સાર – દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું કે, તમારા વંશજો માટે તમારે પ્રાસાદ કે મહેલ વગેરે બનાવવા જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું– જે વ્યક્તિને શંકા હોય કે, હું મારા લક્ષસ્થાન સુધી પહોંચી શકીશ કે નહીં, તે માર્ગમાં અર્થાતુ સંસારમાં પોતાનું ઘર બનાવે છે. મને તો દઢ વિશ્વાસ છે કે હું લક્ષ્ય સ્થાને પહોંચી શકીશ અને ત્યાં પહોંચીને હું મારું શાશ્વત ઘર બનાવીશ. આમ મોક્ષ સ્થાન જ મારા માટે ગન્તવ્યસ્થાન છે. વતમાળ શિક્ષણ :- વાસ્તુશાસ્ત્રમાં કહેલાં અનેક પ્રકારનાં ઘર. પંક્તિબદ્ધ એકબીજાથી ઊંચાં ઊંચાં ભવન નાના જોવાઃ - બાલગ્રપોતિકા દેશી શબ્દ છે. તેનો અર્થ – તળાવની મધ્યમાં બનાવેલો નાનકડો મહેલ, ચંદ્રશાળા, બાલક્રીડાસ્થળ. સાય:- (૧) સ્વાશ્રય – આત્માનો આશ્રય (૨) શાશ્વત – સ્થાયી ઘર. (૫) ચોર આદિથી નગરની સુરક્ષા :२७ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥२७॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું२४ आमोसे लोमहारे य, गठिभेए य तक्करे ।
णगरस्स खेमं काऊणं, तओ गच्छसि खत्तिया ॥२८॥ શબ્દાર્થ :- આનો - ધાડ પાડનાર, નોનહારે - સર્વસ્વ લૂંટનાર, નઝિપેર - ગાંઠ કાપનાર, તારે - ચોર વગેરેથી, પારસ -નગરની, હેમં - સુરક્ષા, - કરીને. ભાવાર્થ :- હે ક્ષત્રિય! તમે ચોર, લુંટારા, ડાકુઓ, બહારવટિયાઓ વગેરેથી તમારા નગરને સુરક્ષિત કરીને પછી સંયમ સ્વીકાર કરજો. २९ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमी रायरिसी, देविंदं इणमब्बवी ॥२९॥ ભાવાર્થ :- દેવેન્દ્રના આ પ્રશ્નને સાંભળીને તેના પ્રશ્ન પૂછવાની પાછળ રહેલા આશયથી પ્રેરિત થઈને નમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું