________________
| ૧૬૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- મુનિએ શ્રદ્ધારૂપી નગર, ક્ષમારૂપી સુંદર ગઢ, તપ અને સંયમરૂપી આગળિયો અને ત્રણ ગુતિરૂપી દુર્જય શતકની શસ્ત્ર વિશેષ બનાવેલા છે. २१ धणुं परक्कम किच्चा, जीवं च ईरियं सया ।
धिई च केयणं किच्चा, सच्चेण पलिमंथए ॥२१॥ શબ્દાર્થ - સવા સદા, પરH - પરાક્રમરૂપી, થનું ધનુષ્ય, વુિં - ઈર્ષા સમિતિરૂપ, નીવું = ધનુષ્યની દોરી, ડ્યિા = બનાવીને, ધિરું = ધીરજને, શ્રેયાં = કેતન અર્થાત્ ધનુષ્યના મધ્યભાગે પકડવાની લાકડાની મૂઠ, વિશ્વા - કરીને, સર્વેદ - સત્ય દ્વારા, તથા - બાંધવું જોઈએ.
ભાવાર્થ :- આત્મવીર્યના ઉલ્લાસરૂપ પરાક્રમનું ધનુષ્ય, ઈર્યાસમિતિ અને ઉપલક્ષણથી અન્યસમિતિઓ રૂપી દોરી અને ધીરજરૂપી મુઠ બનાવીને સત્યથી તેને બાંધ્યું છે. २२ तव-णाराय-जुत्तेण, भित्तुणं कम्मकंचुयं ।
मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥२२॥ શબ્દાર્થ :- તવ-નારાય-કુળ = તારૂપીબાણ ચડાવીને, મેવુય - કર્મરૂપી કવચનું, fમgi-ભેદન કરીને, મુળ-મુનિ, વિનયમો - સંગ્રામથી નિવૃત્ત થઈને, બવાનો-સંસારથી, પરમુન્દ્રા = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :- તપરૂપી બાણોથી યુક્ત પૂર્વોક્ત ધનુષ્યથી કર્મરૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, એવા મુનિ બાહ્ય સંગ્રામથી દૂર થઈને અથવા કર્મ સંગ્રામથી મુક્ત થઈને ભવભ્રમણથી છૂટી જાય છે. વિવેચન :
ત્રીજા પ્રશ્નોત્તરનો સાર - દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું કે આપ ક્ષત્રિય છો માટે નગરરક્ષારૂપ ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જોઈએ. તેના ઉત્તરમાં નમિરાજર્ષિએ કહ્યું કે સાચો ક્ષત્રિય ષકાય જીવની રક્ષા કરનાર તેમજ આત્મરક્ષા કરનાર હોય છે. આવો ક્ષત્રિય અર્થાત્ મુનિ કર્મરૂપી શત્રુઓને પરાજિત કરવા માટે આંતરિક યુદ્ધ કરે છે. આવા આંતરિક યુદ્ધમાં મુનિ શ્રદ્ધાનું નગર બનાવે છે, તેમજ તપ, સંવર, ક્ષમા, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, ધૈર્ય, પરાક્રમ વગેરે વિવિધ સુરક્ષાના સાધનો દ્વારા આત્મરક્ષા કરી વિજય પ્રાપ્ત કરે છે. મારે પણ એવા જ ક્ષત્રિય થવું છે માટે દ્રવ્ય યુદ્ધની અને તેનાં સાધનોના સંગ્રહની મારે કોઈ અપેક્ષા નથી. સયાથી (શતક્ની):- એક જ વખતમાં ૧૦૦ વ્યક્તિનો સંહાર કરનારુ યંત્ર, તોપ જેવું શસ્ત્ર.
1/« (f) – બાહ્ય અને આત્યંતર તપ તેમ જ આશ્રવ નિરોધરૂપ સંવર ધર્મ મિથ્યાત્ત્વાદિ