________________
૧૨
શબ્દાર્થ :- વત્ત-પુત્ત-લત્તG = પુત્ર અને સ્ત્રીઓનો ત્યાગ કરનાર, બિબ્વાવાર( = બધા જ પ્રકારની ચેષ્ટાથી નિવૃત્ત, વ્યાપારોથી નિવૃત્ત, મિન્ધુળો - સાધુને માટે, ન વિન્ગ = હોતું નથી, વિવિ - કંઈ પણ, પિય - પ્રિય, અપ્પિયં વિશ્વ અને અપ્રિય પણ, ન વિજ્ઝફ્ = હોતું નથી.
=
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
ભાવાર્થ :- પુત્ર અને પત્ની વગેરે સંબંધોનો ત્યાગ કરી, તેમજ ગૃહ, ખેતી અને વ્યાપારોથી મુક્ત થયેલા સાધુને કોઈ વસ્તુ પ્રિય હોતી નથી, તેમ કોઈ વસ્તુ અપ્રિય પણ હોતી નથી. તેને તો બધી વસ્તુઓ અને પરિસ્થિતિઓમાં ઉપેક્ષાભાવ અને સમભાવ રાખવાના હોય છે.
१६
बहुं खु मुणिणो भद्दं, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥
શબ્દાર્થ:- સવ્વો = બધાં જ પ્રકારના બાહ્ય અને આત્યંતર બંધનોથી, પરિગ્રહોથી,વિઘ્નમુક્ષ
=
• મુક્ત થઈને, ફ્ળતા = હું એકલો છું, મારું કોઈ નથી આ રીતે એકત્વભાવનો, અનુપો = વિચાર કરનારા તથા, મિવદ્દુળો - ભિક્ષાથી નિર્વાહ કરનારા, અળરH = ગૃહત્યાગી, મુળિખો – સાધુને માટે, વુ - નિશ્ચય જ, વહું - બહુ, મદ્ કલ્યાણકારી છે.
=
ભાવાર્થ :- બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના સંયોગ કે પરિગ્રહોથી મુક્ત તેમજ 'હું એકલો જ છું' આમ એકત્વભાવમાં રહેનાર ગૃહત્યાગી ભિક્ષાજીવી મુનિને દરેક પરિસ્થિતિમાં બહુ જ આનંદ મંગળ હોય છે.
વિવેચન :
બીજા પ્રશ્નોત્તરનો સાર :– આ સંસારમાં આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ જેમ કે સ્ત્રી, પુત્ર, અંતઃપુર, મહેલ, શરીર, ધન વગેરે મારાં નથી. અહીં કોઈનું કોઈ છે નહીં. મારી જે વસ્તુ છે, તે આત્મા છે અને આત્માના જ્ઞાનાદિ નિજગુણો છે. જે પોતાનું હોય તેની રક્ષા અગ્નિ, જલાદિના ઉપદ્રવોથી કરવામાં આવે છે. ત્યાગી મહાત્માઓ માટે નગરી, અંતઃપુર, ભવન કે ખજાનો આદિ કોઈ પણ વસ્તુ પોતાની હોતી નથી.
કહ્યું છે કે –
एकोऽहं न मे कश्चित्, स्वः परो वापि विद्यते ।
यदेको जायते जंतु, म्रियते चैक एव हि ।
एगो मे सासओ अप्पा, णाणदंसणसंजुओ ।
सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लक्खणा ।।
વસ્તુત : અભિનિષ્ક્રમણ માટે આ સર્વ સંયોગજનિત બંધન ત્યાજ્ય છે. પરિગ્રહ, નગર વગેરે અનર્થનો હેતુ હોવાથી મોક્ષાભિલાષી દ્વારા ત્યાજ્ય છે.