________________
૧૬૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
પીડિત આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યા છે.
વિવેચન :સવનો મહિને :- નમિરાજર્ષિ રાજ્યઋદ્ધિ છોડીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા તત્પર બન્યા હતા. તે સમયે તેની ત્યાગવૃત્તિની પરીક્ષા કરવા માટે સ્વયં ઈન્દ્ર બ્રાહ્મણના વેશમાં દીક્ષા સ્થળે આવ્યા અને તત્સંબંધી અનેક પ્રશ્નો પૂછયા. પાસાસુ સુ – પ્રાસાદ અને ગૃહ. સાત કે તેથી વધારે માળવાળું મકાન પ્રાસાદ કે મહેલ કહેવાય છે, જ્યારે સાધારણ મકાનને ગૃહ કે ઘર કહે છે. દેવંaણ વો :- (૧) સાધ્ય વિના જે ન હોય, તે હેતુ છે અને જે કાર્યથી અવ્યવહિત પૂર્વવર્તી હોય, તેને કારણ કહે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. આ જ હેતુ અને કારણમાં અંતર છે. (૨) ઈન્દ્ર પૂછેલા પ્રશ્ન માં હેતુ આ રીતે છે – આપનું આ અભિનિષ્ક્રમણ યોગ્ય નથી, કેમ કે તેનાથી આખી નગરીમાં આક્રંદ, વિલાપ તેમજ ભયંકર કોલાહલ થઈ રહ્યો છે. જો આપ અભિનિષ્ક્રમણ ન કરો તો આવો હૃદય વિદારક કોલાહલ ન થાય. આ હૃદય વિદારક કોલાહલનું કારણ આપનું અભિનિષ્ક્રમણ છે. (૩) હેતુ અને કારણ બંને શબ્દ એક અપેક્ષાએ પર્યાયવાચક પણ છે. (૪) હેતુ – પ્રશ્ન પૂછવાના આશયને 'હતું' અને (૨) ઉત્તર મેળવવાની ભાવના કારણ' કહેવાય છે. વેઇ વછે :- અહીં ચૈત્ય અને વૃક્ષ બે શબ્દ છે. તેમાં ચૈત્યનો પ્રાસંગિક અર્થ ઉદ્યાન અને શાબ્દિક અર્થ ચિત્તને આનંદકારક છે. વચ્ચે એટલે વૃક્ષ. વહૂણં વહુ – ઘણાં પશુ પક્ષી આદિને માટે વૃક્ષ બહુ ગુણકારક અને ઉપકારક હોય છે. (૧) વૃક્ષમાં રહેલાં ફળ, ફૂલ આદિની પ્રચુરતાના કારણે વૃક્ષ ગુણકારક થાય છે. (૨) છાયા દેવાના કારણે આશ્રયદાતા હોવાથી ઉપકારક થાય છે.
અહીં નમિરાજર્ષિએ મિથિલા નગરીમાં રહેલા ઉદ્યાનથી રાજભવનને, મનોરમ વૃક્ષથી સ્વયંને તથા તે વૃક્ષ ઉપર આશ્રય મેળવનાર નગરજનોને પશુ પક્ષીઓથી ઉપમિત કર્યા છે. વૃક્ષના ઉખડી જવા પર જેમ પક્ષીગણ હૃદયવિદારક આક્રંદ કરે છે, તેમ નગરજનો પોતાનો આશ્રય છૂટી જવાથી આક્રંદ કરી રહ્યા છે. નમિરાજર્ષિના ઉત્તરનું હાર્દ – આજંદ વગેરે ભયંકર શબ્દોનું કારણ મારું અભિનિષ્ક્રમણ નથી, માટે આ હેતુ અસિદ્ધ છે. વસ્તુતઃ અભિનિષ્ક્રમણ કે સંયમ કોઈના માટે પીડાકારક બનતું નથી કારણ કે તે છકાયના જીવોની રક્ષાનો હેતુ હોય છે. (૨) મહેલ અને અંતઃપુરનો બળવાનો નિર્દેશ :११ एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥११॥