________________
| ૧૫૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
અંતઃપુર તથા સમગ્ર સ્વજન પરિજનોને છોડીને પ્રવજ્યા ધારણ કરવા માટે ઘરેથી નીકળ્યા અને નગરની બહાર એકાંતમાં પહોંચી ગયા.
कोलाहलग-भूयं आसी, मिहिलाए पव्वयंतम्मि । तइया रायरिसिम्मि, णमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥
શદાર્થ:- તફા-તે સમયે, રાયનિ -રાજર્ષિ, મિનિ-નમિરાજા, વિસંતમિ - ગૃહસ્થાવસ્થામાંથી નીકળીને, પબ્લયતન - પ્રવ્રજ્યા ધારણ કરવાના સમયે, મિહિલા - મિથિલા નગરીમાં, વોલાહના પૂર્વ - ચારે તરફ કોલાહલ, આસી - થવા લાગ્યો.
ભાવાર્થ :- જે સમયે નમિરાજર્ષિ નિષ્ક્રમણ કરી (નગરી છોડી) દીક્ષા લઈ રહ્યા હતા, તે સમયે મિથિલા- નગરીની જનતામાં કોલાહલ મચી રહ્યો હતો.
વિવેચન :
પત િઃ - (૧) મોક્ષની સાધનામાં ઉપસ્થિત થયા. (૨) મોક્ષના ઉપાયભૂત સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનામાં સ્થિર થયા. (૩) દ્રવ્યથી એકાંત નિર્જન ઉધાન, સ્મશાનાદિ સ્થાન. (૪) ભાવથી એકાંત-હું એકલો છું, કોઈનો નથી, કોઈ મારું નથી, જે જે પદાર્થને મારા માની રહ્યો છું, તે મારા નથી; આવા એકત્વભાવમાં સ્થિત થવું.
માઉનલગ્નિ :- અભિનિષ્ક્રમણ કરવું અર્થાત્ દ્રવ્યથી દીક્ષા માટે ઘરેથી નીકળવું, ભાવથી કષાય વગેરે મલિન ભાવોથી નિવૃત્ત થવું. બ્રાહ્મણના રૂપમાં ઈન્દ્રના ૧૦ પ્રશ્ન. (૧) મિથિલામાં કોલાહલનું કારણ :| अब्भुट्टियं रायरिसिं, पव्वज्जा ठाणमुत्तमं ।
सक्को माहणरूवेण, इमं वयणमब्बवी ॥६॥ શબ્દાર્થ – ઉત્તમ ઉત્તમ, પથ્થરાળ - પ્રવ્રજ્યા સ્થાનમાં, અભ્યર્થ = સંયમ માટે ઉપસ્થિત થયેલા, રાયરલ - રાજર્ષિને, નાહવા - બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને, સfો . શક્રેન્દ્ર, ફ = આ રીતે, વય વચન, વ = કહ્યું.
ભાવાર્થ :- ઉત્તમ પ્રવજ્યારૂપ સ્થાન અર્થાતુ સંયમ લેવા માટે તૈયાર થયેલા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલા શક્રેન્દ્ર દેવરાજે આ પ્રમાણે પૂછ્યું?