________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
| ૧૫૭ |
ભેદ છે. તેના દ્વારા પૂર્વવર્તી સંખ્યાત જન્મો સુધીનું સ્મરણ થઈ શકે છે.
વસંત મોહનો :- જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો ભેદ છે. તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. છતાં ઘણાં સૂત્રોમાં મોહનીય કર્મના ઉપશાંત થવાથી જાતિસ્મરણ જ્ઞાનઉત્પન્ન થવાનો પાઠ આવે છે, તેનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મની સ્મૃતિ તો મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ થાય છે પરંતુ તેની સાથે મોહનીય કર્મની ઉપશાંતિની પ્રમુખતાએ તેનું તે સ્મરણ સમ્યગુજ્ઞાનરૂપ થઈને ધર્મના બોધનું કારણ બને છે અને સંયમ ગ્રહણ કરવાની રુચિ પ્રગટ થાય છે, તેથી સુત્રમાં મોહનીય કર્મની ઉપશાંતિનું કથન છે. પચવ (ભાવ) – ભગ શબ્દના અનેક અર્થ છે, જેમ કે –
__ ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः
धर्मस्याथ प्रयत्नस्य, षण्णा भग इतीङ्गणा ।। સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન, આ છે 'ભગ' કહેવાય છે. 'ભગ'થી જે સંપન્ન હોય તેને ભગવાન કહે છે. ભગવાનનો અર્થ છે– ઐશ્વર્યવાન કે ધર્મવાન...
નમિરાજર્ષિનું અભિનિષ્ક્રમણ :|३ से देवलोग-सरिसे, अंतेउर वरगओ वरे भोए ।
भुजित्तु णमी राया, बुद्धो भोगे परिच्चयइ ॥३॥ શબ્દાર્થ - અંતેર વર - ઉત્તમ અંતઃપુરમાં રહીને, તે - તે, રેવતોન--િદેવલોક સરખા, વરે શ્રેષ્ઠ, ભોપ - ભોગોને, મુંજતુ - ભોગવીને, નમી રાવ-નમિરાજાએ, વૃદ્ધો- પ્રબુદ્ધ થયા, બોધ પામ્યા, કોને ન ભોગો, પરિવ૬ - છોડી દીધા. ભાવાર્થ :- નમિરાજર્ષિએ શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને દેવલોક સમાન ભોગો પ્રાપ્ત કરી, તેને ભોગવીને ત્યાર પછી પ્રબુદ્ધ થયા અને સમસ્ત ભોગોનો ત્યાગ કરી દીધો. ४ मिहिलं सपुरजणवयं, बलमोरोहं च परियणं सव्वं ।
चिच्चा अभिणिक्खतो, एगतमहिडिओ भयवं ॥४॥ શબ્દાર્થ - પુરગણવયં નગરો અને જનપદોથી જોડાયેલા, મિહિર્ત = મિથિલાનગરી, વર્તા = ચતુરગિણી સેના, ઓરોલં- અંતઃપુર, રિયાં - પરિજન દાસ-દાસી વગેરે, વિશ્વ - છોડીને, મયુર્વ = ભગવાન નમિરાજ, મગજતો - પ્રવ્રજ્યા ધારણ કરવા માટે ઘરેથી નીકળ્યા, પતિ હિટ્રિો = નગરની બહાર એકાંતમાં પહોંચ્યા, એકત્વભાવમાં સ્થિત થયા.
ભાવાર્થ :- ભગવાન નમિરાજર્ષિ મિથિલાનગરીને અને ગ્રામનગર યુક્ત સમગ્ર રાજ્યને, સેના ,