________________
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
નવમું અધ્યયન
ORORRORĐRORĐROR
પરિચય
પ્રસ્તુત નવમા અધ્યયનનું નામ 'નમિપ્રવ્રજ્યા' છે. મિથિલાના રાજર્ષિ નમિ જ્યારે વિરક્ત તેમજ સંબુદ્ધ થઈ દીક્ષા ગ્રહણ કરતા હતા ત્યારે દેવેન્દ્ર બ્રાહ્મણવેશમાં આવીને તેના ત્યાગ, વૈરાગ્ય, નિઃસ્પૃહતા વગેરે ગુણોની પરીક્ષા કરી. ઈન્દ્રે લોકજીવનની નીતિઓ સંબંધિત અનેક પ્રશ્ન પૂછયા. રાજર્ષિ નમિએ પ્રત્યેક પ્રશ્નનું સમાધાન અંતઃસ્પર્શી તેમજ શ્રમણ સંસ્કૃતિ અને આધ્યાત્મિક સિદ્ધાંતની દષ્ટિએ કર્યું.
પ્રતિબુદ્ધ થયા પછી જ મુનિજીવનનો સ્વીકાર થઈ શકે છે. પ્રતિબુદ્ધ ત્રણ પ્રકારના છે – (૧) સ્વયંબુદ્ધ – કોઈના ઉપદેશ વિના સ્વયં બોધિ પ્રાપ્ત કરે. (૨) પ્રત્યેકબુદ્ધ – કોઈ બાહ્ય ઘટનાના નિમિત્તથી જીવનમાં ધર્મનો બોધ પ્રાપ્ત કરે. (૩) બુદ્ધ બોધિત– જ્ઞાની પુરુષોના ઉપદેશથી કે તેની સંગતિથી જીવનમાં ધર્મનો બોધ પ્રાપ્ત કરે. જેમ કે પ્રસ્તુત શાસ્ત્રના આઠમા અધ્યયનમાં સ્વયંબુદ્ઘ કપિલનું, નવમા અધ્યયનમાં કે પ્રત્યેક બુદ્ધ નમિનું અને અઢારમા અધ્યયનમાં બુદ્ઘબોધિત સંયતિ રાજાનું વર્ણન છે.
આ અધ્યયનનો સંબંધ પ્રત્યેકબુદ્ધ મુનિ સાથે છે. ચાર પ્રત્યેકબુદ્ધ સમકાલીન થયા છે – (૧) કરકંડુ (૨) દ્વિમુખ (૩) નમિ અને (૪) નગૃતિ. આ ચારે ય પ્રત્યેકબુદ્ધ પુષ્પોત્તર વિમાનથી એક સાથે આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યલોકમાં આવ્યા. ચારે સાથે દીક્ષા લીધી, એક જ સમયે પ્રત્યેકબુદ્ધ થયા, એક જ સમયમાં કેવળી અને સિદ્ધ થયા. કરકંડું કલિંગદેશના, દ્વિમુખ પંચાલદેશના, નમિ વિદેહદેશના અને નતિ ગંધારદેશના રાજા હતા. ચારે યને પ્રત્યેકબુદ્ઘ થવામાં ક્રમશઃ (૧) વૃદ્ધ બળદ (૨) ઈન્દ્રધ્વજ (૩) કંકણનો અવાજ, (૪) મંજરીરહિત આમ્રવૃક્ષ, આ ચાર ઘટનાઓ નિમિત્ત બની.
નમિરાજર્ષિની પ્રત્યેકબુદ્ધ બની પ્રવ્રજ્યાગ્રહણ કરવાની ઘટના નીચે મુજબ છે—
માલવ દેશના સુદર્શનપુરના રાજા મણિરથ હતા. તેનો નાનો ભાઈ યુવરાજ યુગબાહુ હતો. મદનરેખા યુગબાહુની પત્ની હતી. મદનરેખાના રૂપમાં આસક્ત મણિરથરાજાએ છળથી પોતાના નાના ભાઈની હત્યા કરી નાંખી. ગર્ભવતી મદનરેખાએ વનમાં પુત્રને જન્મ આપ્યો. તે બાળકને મિથિલાનરેશ પદ્મરથ પોતાની નગરી મિથિલામાં લઈ આવ્યા. તેનું નામ નમિ રાખવામાં આવ્યું. પદ્મરથ રાજાને વૈરાગ્ય થતાં નમિ વિદેહદેશના રાજા બન્યા. (વિદેહરાજ્યમાં બે મિ થયા છે. બંને ય પોત-પોતાના રાજ્યનો ત્યાગ કરીને અણગાર બન્યા હતા. એક એકવીસમા તીર્થંકર નમિનાથ થયા અને બીજા પ્રત્યેકબુદ્ધ નમિરાજર્ષિ થયા.)
એકવાર નિમરાજાના શરીરમાં અતિ દુઃસહ્ય એવો દાહજ્વર ઉત્પન્ન થયો, તેથી તે ખૂબ જ વ્યથિત