________________
અધ્યયન-૯:નમિપ્રવજ્યા
.
[ ૧૫૩]
રહેવા લાગ્યા. છ મહિના સુધી ઉપચાર ચાલ્યા, છતાં કશો લાભ થયો નહીં. એક વૈધે સુખડનો લેપ શરીરે લગાવવાનું કહ્યું. રાણીઓ સુખડ ઘસવા લાગી તો હાથમાં રહેલાં કંકણોનો અવાજ થવા લાગ્યો. અતિ વેદના ભોગવતાં રાજાથી કંકણોનો અવાજ સહન થયો નહીં. રાણીઓએ હાથમાં સૌભાગ્યચિહ્નરૂપ એકેક કંકણ રાખી અને બીજા બધાં કાઢી નાખ્યાં અને તેથી અવાજ બંધ થઈ ગયો.
રાજાએ મંત્રીને પુછ્યું - કંકણનો અવાજ કેમ આવતો નથી? શું ચંદન ઘસવાનું બંધ કર્યું છે?
મંત્રીએ કહ્યું - સ્વામિનું! આપને કંકણોના અથડવવાથી થતો ધ્વનિ અપ્રિય લાગવાથી, રાણીઓએ સૌભાગ્યના ચિહ્ન રૂપે માત્ર એકે કંકણ હાથમાં રાખીને બાકીનાં બધાં કંકણ ઉતારી નાખ્યાં છે.
આ ઘટનાથી રાજાના હૃદયનું પરિવર્તન થયું. નવો પ્રકાશ મળ્યો, રાજા આ ઘટનાથી પ્રતિબુદ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે જ્યાં અનેક છે, ત્યાં સંઘર્ષ, દુઃખ, પીડા અને રાગાદિ દોષ છે, જ્યાં એક છે ત્યાં પૂર્ણ શાંતિ છે અર્થાત્ જ્યાં શરીર, ઈન્દ્રિયો, મન અને ધન, પરિવાર રાજ્ય વગેરે પરભાવોની ભીડ છે, ત્યાં દુઃખ છે. જ્યાં કેવળ એકત્વભાવ છે, આત્મભાવ છે, ત્યાં દુઃખ નથી. જ્યાં સુધી હું મોહવશ સ્ત્રીઓ, ખજાનો, મહેલ, હાથી, અશ્વ આદિથી તેમજ રાજકીય ભોગોથી સંબદ્ધ છું, ત્યાં સુધી હું દુઃખી છું. આ સર્વને છોડીને એકાકી બનીશ ત્યારે જ સુખી થઈશ. આ રીતે રાજાના અંતરમાં વિવેક વડે વૈરાગ્ય જાગી ઊઠયો. તેણે સર્વ મોહ– મમત્વમૂલક સંબંધ સંગનો ત્યાગ કરીને એકાકી બની પ્રવ્રજિત થવાનો દઢ સંકલ્પ કર્યો. તેણે વિચારણા કરી આ જ મારા દાહન્વરની શાંતિ માટે રામબાણ ઔષધ છે.' દીક્ષા ગ્રહણ કરવાની ભાવનાથી નમિરાજાને ગાઢ નિદ્રા આવી ગઈ. તેનો દાહ જ્વર શાંત થઈ ગયો અને એક વિશિષ્ટ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે શ્વેત ગજારૂઢ બની મેરુપર્વત ઉપર ચડી ગયા. કાર્તિકી પૂનમનો એ દિવસ હતો. સવારે જાગ્યા તો વિચાર કરવા લાગ્યા કે, મેં જે સ્વપ્ન જોયું છે તે સારું ફળ આપનાર છે. વળી આવો પર્વત મેં કયાંક જોયો પણ છે. આ પ્રકારે વારંવાર વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના પ્રભાવથી તેમણે પોતાના પૂર્વભવને જાણ્યો કે હું પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને શુદ્ધ સંયમ પાલનના કારણે ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થયો હતો, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અહીં ઉત્પન્ન થયો છું અને અત્યારે રાજા છે. તેમણે વૈરાગ્યભાવે ભોગવિલાસને ત્યાગી દીધા તથા સર્વોત્કૃષ્ટ મુનિધર્મમાં દીક્ષા થવા તૈયાર થયા અને નગરની બહાર દીક્ષા ગ્રહણ કરવા નીકળ્યા.
પ્રથમ દેવલોકમાં ઈન્દ્રને જ્ઞાત થયું કે નમિરાજા એકાએક મુનિ થઈ રહ્યા છે, તો તેઓની ત્યાગ ભાવના સ્થિર છે કે ક્ષણિક આવેશ છે? તે જાણવા અને કસોટી કરવા ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને નમિરાજર્ષિ પાસે આવ્યા અને કહ્યું – આપે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને પછી જ મુનિધર્મની દીક્ષા લેવી જોઈએ. ઇન્દ્ર મહારાજે વ્યવહારિક વાતોની છણાવટ કરી અને લોકજીવન સંબંધિત ૧૦ પ્રશ્નો ઉપસ્થિત કર્યા જેનું સમાધાન નમિરાજર્ષિ એ એકત્વભાવના અને આધ્યાત્મિક દૃષ્ટિએ કર્યું. સંક્ષેપમાં તે ૧૦ પ્રશ્નો આ પ્રમાણે છે – ૧. મિથિલાનગરીમાં બધે ય કોલાહલ થઈ રહ્યો છે. આપ દયાળુ છો, તેને શાંત કરી પછી દીક્ષાનો
સ્વીકાર કરજો.